મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ઉનાળુ વેકેશન અને આગળના સમયની પરીક્ષાઓ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

ઉનાળુ વેકેશન જાહેર કરવા બાબત એમ. કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા પરિપત્ર દ્વારા વિધાર્થીઓ તથા  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલીત સંલગ્ન તમામ કોલેજો / ભવનોના આચાર્યશ્રીઓ / અધ્યક્ષશ્રીઓ તથા ડીપ્લોમા / અનુસ્નાતક કેન્દ્રના કો ઓર્ડીનેટરશ્રીઓ તથા બાહય અભ્યાસક્રમ વિભાગના ડાયરેકટશ્રીને ઉપરોકત સંદર્ભત વિષયે જણાવવાનું કે સરકારશ્રીના ૩૦-૦૪-૨૦૨૧ નાં પરીપત્ર મુજબ નીચે મુજબની સુચનાઓ પ્રમાણે કાર્યવાહી કરવાની કુલસચિવ દ્વારાઆદેશ  કરવામાં આવ્યો હતો

  • વિધાર્થીઓ માટેની સૂચનાઓ

  1.  તા .૦૧-૦પ-ર ૦૨૧ થી તા .૦૫-૦૬-ર૦ર૧ દરમ્યાન વેકેશન રહેશે અને તા .૦૭-૦૬-ર૦ર૧ થી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થશે. 

  2. વેકેશન ખુલ્યા બાદ તુરત યુજી . સેમ -૪ અને સેમ .૬ તથા પીજી . સેમ -૪ ની પરીક્ષાઓ લેવાશે જેનો વિગતવાર કાર્યક્રમ મે માસના અંતિમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. 

  3.  તા .૦૭-૦૬-૨૦૨૧ થી યુજી . સેમ - ર અને પીજી . સેમ - ર અને યુજી તથા પીજી ડીપ્લોમાનું બાકી રહેતુ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન / ઓફ લાઈન પુનઃશરૂ થશે જેની પરીક્ષાઓ જુન ર૦ર૧ ના અંતિમ સપ્તાહમાં કે જુલાઈ-ર૦૨૧ ના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવશે.
  • કર્મચારીઓ માટેની સૂચનાઓ
  1. સંસ્થાના દરેક વહીવટી કર્મચારીએ ફરજ પરનું મુખ્ય મથક છોડવાનું રહેશે નહિ તથા આવશ્યક ફરજ માટે સ્ટેન્ડબાય રહેવાનું રહેશે . તેમજ જયારે આવશ્યકતા પડે અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ફરજ સોંપવામાં આવે તે ફરજ બિનયુક બજાવવાની રહેશે. 

  2. આ સમયગાળા દરમ્યાન ઓન લાઈન કામગીરી સંદર્ભે દરેક શૈક્ષણિક / વહિવટી કર્મચારીઓએ મોબાઈલ ફોન તથા ઈ-મેઈલ પર ઉપલબ્ધ રહેવાનું રહેશે. 

  3.  સરકારશ્રીના ઉકત પરિપત્ર મુજબ વહિવટી કર્મચારીઓએ પ મે થી ૧૫ મે ર૦ર૧ સુધી પ૦ % રોટેશન મુજબ કામગીરી કરવાની રહેશે . 
આ પરિપત્ર આપના તાબા હેઠળના તમામ વર્ગના કર્મચારીઓને વંચાણે લેવાનું રાખશો . સંસ્થા દ્વારા કરવામાં આવેલ દરેક કાર્યાલય આદેશ તથા પરિપત્રનું ચુસ્તપણે અમલ કરવા જણાવવાનું રહેશે .

link
MK Bhavnagar University Official Publish This Circular
MK Bhavnagar University Official Publish This Circular 
Source Of News is Social Media Date:30-04-2021










આ પોસ્ટ વિધાર્થીઓને મદદરૂપ થવા માટે મુકવામાં આવી છે આપેલ માહિતીને લગતા અન્ય સવાલો નીચે કમેન્ટ કરો યોગ્ય માહિતી આપવા મદદ કરવા પ્રયત્ન કરવામાં આવશે...

મિત્રો, આશા છે કે 

www.mkbunews.com 

દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.

આભાર !!

Follow Us