પ્રતિ,
માનનીય કુલસચિવશ્રી,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી,
ભાવનગર.
વિષય:- આજના સમાચારપત્રોના માધ્યમથી મળેલ માહિતી મુજબ યુનીવર્સીટીની પરીક્ષા અંગે જે નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હજુ ઘણી અસ્પષ્ટતા છે જે અંગે યુનિ. દ્વારા વિધાર્થીઓમાં ઉદભવતી મુંજવણો નિવારવા અંગે....
માનનીય સાહેબશ્રી,
નમસ્કાર,
ઉપરોક્ત વિષય તથા સંદર્ભે જણાવવાનું કે, થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ યુનીવર્સીટી માટે પરીક્ષા, પ્રવેશ તેમજ એકેડમિક વર્ષ અંગે કોમન પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
જેમાં વિધાર્થીઓની પરીક્ષાના સંદર્ભમાં સરકારશ્રી દ્વારા પરિપત્રના પરીક્ષાની ગાઈડલાઈન નં.૧ માં સરકારશ્રી દ્વારા યુ.જી.સીની ગાઈડલાઈન પ્રમાણે યુ.જી કોર્સીસ/પ્રોગ્રામ અંગેની ટર્મિનલ/ફાઈનલ/સેમેસ્ટર/વર્ષની પરીક્ષાઓ તેમજ પી.જી કોર્સીસ/પ્રોગ્રામ અંગેની પ્રથમ વર્ષ તથા ટર્મિનલ/ફાઈનલ સેમ./વર્ષની પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૦થી લેવા જણાવેલ છે ગાઈડલાઈન નં.૨માં પરીક્ષાના સમય અંગેની વાત જણાવેલ છેતથા ગાઈડલાઈન નં.૩માં ચોક્કસ જણાવેલ છે કે જો Covid-19ની મહામારીની પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડીસ્ટન્સીગની માર્ગદર્શક સૂચનાઓનું પાલન ન કરી શકાય તે સંજોગોમાં ઇન્ટરમીડીએટ સેમ.૨,૪,૬ ના વિધાર્થીઓ માટે ૫૦% ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના ૫૦% ગુણ તરત અગાઉના સેમ.ના આધારે આપવાના રહશે વધુમાં સરકારશ્રીના પરિપત્રમાં એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે જે વિધાર્થી આ રીતના પરિણામથી મેળવેલ ગ્રેડથી અસંતુષ્ટ હોય તેવા વિધાર્થીઓને આવા સંજોગોમાં વધારાની એક તક ઓકટોબર-નવેમ્બરમાં ખાસ પરીક્ષા યોજીને આપવા દેવા જણાવેલ છે જે માટે પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાં તે વિધાર્થીએ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી ભરવા દેવા પણ જણાવેલ છે.
આ તમામ સરકારશ્રીની ગાઈડલાઈનએ કોમન ગાઈડલાઈન છે જયારે યુનીવર્સીટી કક્ષાએથી શું શું નિર્ણય થયા તે જાહેર થયા ન હોવાથી તેમજ જાહેર કરેલ નિર્ણય અસ્પષ્ટ જણાતા વિધાર્થીઓમાં ઘણી મુજવણ ઉભી થઈ છે. જે બાબતે યુનીવર્સીટી નીચેના પ્રશ્નોના ઝડપથી સ્પષ્ટતા કરવા અનુરોધ છે.
1. શું વાસ્તવમાં કોરોના મહામારીના આ સમયમાં કોઈ પણ નાની ભૂલ વગર પરીક્ષા લઇ શકાશે તેટલી બારીક તૈયારી યુનિ. દ્વારા કરી લેવામાં આવી છે જો હા તો તે બારીક તૈયારી વિષે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવે?
2. ક્યાં ક્યાં સેમેસ્ટરના વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે
3. ક્યાં ક્યાં સેમેસ્ટરના વિધાર્થીઓને ૫૦%-૫૦%ના નિયમનો લાભ દેવામાં આવશે તે અંગે પી.જી અને યુ.જી તથા ડીપ્લોમા વગેરેની વિસ્તૃત સેમેસ્ટરવાર માહિતી વિધાર્થીઓ સુધો પહોચે તે રીતે ઝડપથી પ્રસિદ્ધ કરવામાં આવે.
4. પરીક્ષામાં પ્રેક્ટીકલ માટેના પણ શું નિર્ણયો કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ કરવામાં આવે.
5. જે સ્પેશલ કોર્સીસ છે જેમકે એમ.બી.બી.એસ., ફાર્મસી, એમ.બી.એ, એલ.એલ.બી વગેરે ની પણ પરીક્ષા અંગે શું નિર્ણય છે તે જણાવવામાં આવે.
6. જે વિધાર્થીઓની પરીક્ષા લેવામાં નથી આવવાની તો તે વિધાર્થીઓ દ્વારા ભરેલ પરીક્ષા ફી રીફંડ કરવા માટે યુનીવર્સીટી દ્વારા કયારે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે અને વિધાર્થીઓને પરીક્ષા ફી રી-ફંડ કરવામાં આવશે. કારણકે યુનીવર્સીટી એક પરિવાર છે અને વિધાર્થીઓ આ પરિવારના સદસ્યો છે ત્યારે આ કોરના મહામારીના સમયમાં આ ફી પણ વિધાર્થીઓને ખુબ મદદરૂપ બની શકશે તે રી-ફંડની પ્રકિયા પણ કયારે શરુ કરવામાં આવશી તે પણ ઝડપથી જાહેર કરવામાં આવે.
7. આપણી યુનીવર્સીટીનો ખુબ મોટો સમૂહ એ એક્ષ્ટર્નલના વિધાર્થીઓ છે તેમની પરીક્ષાના અંગે કોઈ ઉલ્લેખ નથી તે તમામ એક્ષ્ટર્નલના વિધાર્થીઓની પરીક્ષા માટે પણ યુનીવર્સીટી દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવે.
8. પરીક્ષા જો લેવામાં આવશે તો જે વિધાર્થીઓ બહારગામના છે તે સમરસમાં તથા પી.જી હોસ્ટેલ કે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા વિધાર્થીઓની જમવા રહેવાની વ્યવસ્થા માટે યુનીવર્સીટી શું પગલા લેશે અથવા લીધા છે તે પણ જણાવવામાં આવે.
9. પરીક્ષા જો લેવામાં આવશે તો તે કેટલી કલાકનું પેપર હશે તે જાણવામાં આવે.
10. પરીક્ષા જો લેવામાં આવશે તો તેમાં કેવા પ્રકારના પ્રશ્નો ધરવતી પેપર સ્ટાઈલ હશે તે અંગે સ્પષ્ટતા કરવા આવે તે જણાવવામાં આવે.
11. જે વિધાર્થીઓ અપડાઉન કરે છે તેવા વિધાર્થીઓની માટે યુનીવર્સીટીએ શું વિચાર્યું છે અથવા વ્યાવસ્થા કરી છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે તે જાહેર કરવામાં આવે.
12. સનેટાઈઝેશન અને ફક્ત માસ્ક પહેરી વાઇરસના સક્રમણથી બચી શકાશે ખરું પરીક્ષા પૂર્ણ થયા બાદ વિધાર્થીઓ વચ્ચે સોશિયલ ડીસ્ટન્સીગની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કઈ રીતે કરવામાં આવશે?
13. જે જગ્યા પર સંક્રમણ વધુ છે તેવા ક્વોરેન્ટીનજોન કે જીલ્લાના વિધાર્થીઓ માટે શું વ્યાવસ્થા કરવામાં આવશે ?
14. ઘણા વિધાર્થીઓ અભ્યાસ જીલ્લા લેવલે કરતા હોય છે પરતું તેમનું રહેઠાણએ તાલુકા કે ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તેવા વિધાર્થીઓની પરીક્ષા ક્યાં ગોઠવામાં આવશે તે વિષે માહિતી જાહેર કરવામાં આવે.
15. વિધાર્થીઓની મનોસ્થિતિ તેમજ તેમના પ્રતિભાવ જાણવા જરૂરી છે. થોડા દિવસ પહેલા સમાચાર પત્રોના માધ્યમથી આપણી યુનીવર્સીટીના તજજ્ઞો દ્વારા વિધાર્થીઓની પરીક્ષા અંગે ઘણા સુજાવો આપ્યા હતા જેમાંથી વિધાર્થીઓની ઈચ્છા જાણી તે મુજબ નિર્ણય કરવાના પણ સુજાવ હતા જે મુજબ યુનિ. સ્તરેથી કોઈ પ્રકિયા કરી અને વિધાર્થીઓ પાસેથી તેમની ઈચ્છા અને મનોસ્થતિ તથા પડી શકે તેવી તકલીફો જાણવા આ સમયમાં પ્રયત્ન થવો જોઈતો હતો પરતું યુનિ. દ્વારા કોઈ પ્રકિયા ન કરવામાં આવતા એક કોર્ટસભ્ય તરીકે વિધાર્થીઓની ઈચ્છા અને મનોસ્થિતિ તથા પડી શકે તેવી તકલીફો જાણવી જરૂરી જાણતા અમારા દ્વારા ગૂગલ ફોર્મથી વિધાર્થીઓની ઈચ્છા અને મનોસ્થિતિ તથા પડી શકે તેવી મુશ્કેલીઓ જાણવા પ્રયત્ન થઈ રહ્યા છે જેની લીંક આ મુજબ છે https://forms.gle/uQh5qf3HqaP9VWfTA જેના દ્વારા વિધાર્થીઓ દ્વારા આવેલ પ્રતિભાવ ૨ દિવસ બાદ યુનીવર્સીટીને આંકડાઓ સાથે જણાવવામાં આવશે.
16. ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ વિધાર્થીઓને કોરોના મહામારીના સમયમાં વિધાર્થીઓને શેક્ષણિક-પરીક્ષાલક્ષી બાબતોના ઉદભવતા પ્રશ્નો તેમજ મુજવણ નિવારવા માટે તેમજ વિધાર્થીની માનસિક સ્થિતિ પર પણ ખુબ મોટી અસર ન પડે અને યોગ્ય સમયે યોગ્ય માહિતી અને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે Covid માર્ગદર્શક સમિતિ શરુ કરવા માટે જણાવેલ પરતું યુનિ. દ્વારા જાહેર કરેલ Covid માર્ગદર્શક સમિતિ પર ફક્ત એક જ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ૪૦૦૦૦ વિધાર્થીઓ થી વધુ વિધાર્થીઓ ધરાવતી યુનીવર્સીટીના તે Covid માર્ગદર્શક સમિતિ પર કોલ કરતા રીસીવ ન થવાના, ફોન એન્ગેજ આવાના જેવા વિવિધ પ્રશ્નો ઉદભવી રહ્યા છે સરકારશ્રીના ઉદેશ મુજબનું કાર્ય જમીનની સ્થળ પર ન થઈ શકતું હોવાથી વિધાર્થીઓના પ્રશ્નનું નિરાકરણ આવી શકતું નથી માટે હેલ્પ સેન્ટરના નંબરો વધારવા અને કાર્યરત કરવા અનુરોધ છે.
ઉપરોક્ત તમામ પ્રશ્નોની સ્પષ્ટતા પ્રેસ કોન્સ્ફારોન્સના માધ્યમથી કે સમાચારપત્રોના માધ્યમથી પરિપત્રના માધ્યમથી જે પણ પ્રકારે વિધાર્થીઓને પૂર્ણ માહિતી ઝડપથી મળી રહે તે માટે યુનીવર્સીટી દ્વારા પ્રયત્નો કરવા નમ્ર અનુરોધ છે.
કોરોનાના આ સમયગાળામાં વિધાર્થીઓને પડી રહેલ મુશ્કેલીઓને સાથે મળીને જ પૂર્ણ
કરવા કટિબદ્ધ થવું પડશે અને કોર્ટસભ્ય તરીકે વિધાર્થીઓની બાબતમાં વિધાર્થી
કેન્દ્રિત કાર્યોમાં મારો સહકાર હંમેશા રહેશે.
(બ્રિજરાજસિંહ કે. ગોહિલ)
કોર્ટ સભ્ય, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી, ભાવનગર |
18 Comments
Good job BK.
ReplyDelete🙏🏻 aabhar
Delete👏👏👏
ReplyDeleteBhai aloko students ane teni family nu Kay vicharta nathi te ne bas exam Levi se
ReplyDeleteThanks brijrajbhai for include medical and other degree courses problem.
ReplyDeleteThank you very much for this help. I wish positive feedback will be get.
ReplyDeleteThank you very much bt aloko e family mate vicharvu joiye hal ma valione 6okrov ne moklva ma munjay che . I wish k amne position feedback malse
ReplyDeleteThanks brijrajsinh
ReplyDeleteThanks sir for guyde in exams
ReplyDeleteThank you bhai
ReplyDelete🙏🏻 aabhar
DeleteSem 4 ne 2 ni bandh kre to corona nade and sem 6 vala ni lyo to corona nay nade aa vali kevo nayay se
ReplyDeleteપરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થી કોરોના સકમિત હોય અને બીજા ને સકમિત ફેલાય તો બીજા વિદ્યાર્થીઓ ના સાવસ્થ્ય ની જવાબદારી કોની...?
ReplyDeleteઅમારા સ્વસ્થ્ય ની જવાબદારી યુનિવર્સિટી લેશે...
જેમ કે કોઈ ભી વિધાર્થી કોરોના ના સંક્રમણ મા હોય અને તમને તેનો ખ્યાલ નો જોઈ તો તેનો ફેલાવો એ વિધાર્થી મા પૂરા સેન્ટર માં ફેલાઈ શકે એટલે અત્યાર ની સ્થિતિ પ્રમાણે પરીક્ષા ના લેવાય એ વિધાર્થી ના હિત મા છે બાકી ABVP જે નિર્ણય લે તે અમને માન્ય રહશે....and Thank you ABVP
ReplyDeleteExam levi joye jethi sari tayari karnara students ne puro nayay male.
ReplyDeleteExam levi joye jethi sari tayari karnara students ne puro nayay male.
ReplyDeleteExam levi joye jethi sari tayari karnara students ne puro nayay male.
ReplyDeletethank you all of you
ReplyDelete