🎓 GCAS College Admission 2026-27
ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? (સંપૂર્ણ માર્ગદર્શિકા)
Gujarat College Admission 2026-27, GCAS Registration Online.
ધોરણ 12 પાસ કર્યા પછી કોલેજમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) મારફતે સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટેનું શિડ્યુલ 2026-27 જાહેર કરવામાં આવ્યું છે. ચાલો, આ પ્રવેશ પ્રક્રિયાની તમામ માહિતી સરળ ભાષામાં સમજીએ.
📢 ખાસ સૂચના:
તમારા એવા મિત્રો જેમણે આ વર્ષે ધોરણ 12 પાસ કર્યું છે, તેમને આ માહિતી અત્યારે જ મોકલો જેથી તેઓ છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી શકે.
🗓️ અગત્યની તારીખો (રાઉન્ડ - 1)
વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 માટે તા. 07.05.2026 ના રોજ સવારે 11.00 કલાકથી તા. 28.05.2026 ના રોજ રાત્રે 11.59 કલાક સુધી ફોર્મ ભરવાનું રહેશે.
💻 ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?
- રજીસ્ટ્રેશન: સૌથી પહેલા GCAS પોર્ટલ પર જઈને ક્વિક રજીસ્ટ્રેશન કરો.
- પ્રોફાઇલ અને પસંદગી: રજીસ્ટ્રેશન ફી ભરો, શૈક્ષણિક માહિતી ભરો અને તમારી મનપસંદ યુનિવર્સિટી-કોલેજ-પ્રોગ્રામ-મુખ્ય વિષયના પ્રેફરન્સ (અગ્રતાક્રમ) પસંદ કરો.
- ડોક્યુમેન્ટ્સ: જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- સબમિટ: ઓનલાઈન અરજી ધ્યાનપૂર્વક ચેક કરી GCAS પોર્ટલ પર સબમિટ કરો.
💰 રજીસ્ટ્રેશન ફી અને અગત્યના નિયમો
- ફી વિગતો: બિનઅનામત અને SEBC કેટેગરી માટે ફી રૂ. 300/- છે, જ્યારે SC, ST અને EWS કેટેગરી માટે ફી રૂ. 150/- છે.
- આ ફી નોન-રિફંડેબલ (પરત ન મળે તેવી) છે.
- કેટેગરી નિયમ: રજીસ્ટ્રેશન વખતે તમે જે કેટેગરી દર્શાવશો તે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન બદલી શકાશે નહિ, તેથી ખાસ કાળજી રાખવી.
- અપવાદ: જે પ્રોગ્રામમાં ACPC, ACPDC કે ACMPC દ્વારા પ્રવેશ અપાતો હોય, તેના માટે GCAS પોર્ટલ મારફત અરજી કરવાની રહેતી નથી.
⚠️ સૌથી અગત્યનું: 'સંમતિ' (Consent) નો નિયમ ભૂલશો નહીં!
જો તમને કોઈ કોલેજમાં પ્રવેશની ઓફર મળે, પરંતુ તમારે તેના કરતા ઉપરના પ્રેફરન્સની (ઉંચી પસંદગીની) કોલેજમાં પ્રવેશ મેળવવો હોય, તો તે માટે પોર્ટલ પર ઓનલાઈન "કન્સેન્ટ" (Consent) આપવી ફરજિયાત છે. જો તમે સંમતિ નહિ આપો, તો આગામી રાઉન્ડમાં તમને ઉપરની કોલેજમાં પ્રવેશની ઓફર મળશે નહિ.
🏫 કોલેજ ખાતે રિપોર્ટિંગ કેવી રીતે કરવું?
પ્રવેશ મળ્યા બાદ ઓફર લેટરની પ્રિન્ટ લઈ, સંબંધિત કોલેજના કામકાજના સમયે તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે. ત્યાં નિયમાનુસાર ફી ભરી અને રજિસ્ટર્ડ મોબાઈલ/ઈમેલ પર આવેલ OTP દ્વારા પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.
નવી 'AI એજન્ટ' સુવિધા
વિદ્યાર્થીઓની સરળતા માટે GCAS લાવ્યું છે નવી AI એજન્ટ સુવિધા! કોલેજની માહિતી, કટ-ઓફ કે અન્ય વિગતો માટે અત્યારે જ +91-7969799680 નંબર પર કોલ કરો અથવા પોર્ટલ પર ચેટબોટનો ઉપયોગ કરો.
🏫 GCAS દ્વારા જાહેર કરેલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે
👉 ઓફિસિયલ પરિપત્ર માટે લીંક: અહીં ક્લિક કરીને GCAS દ્વારા જાહેર કરેલ પરિપત્ર મેળવો
👉 ઓફિસિયલ વેબસાઈટ માટે લીંક: અહીં ક્લિક કરીને GCAS પોર્ટલ પર જાઓ
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
૧. શું રજીસ્ટ્રેશન પછી કેટેગરી બદલી શકાય છે કે ફી પાછી મળે?
ના, રજીસ્ટ્રેશન ફી પરત મળવાપાત્ર નથી. રજીસ્ટ્રેશન વખતે દર્શાવેલ કેટેગરી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન બદલી શકાશે નહીં.
૨. ફોર્મ ભર્યા પછી કોઈ ભૂલ દેખાય તો શું તેમાં સુધારો કરી શકાય?
હા, અંતિમ તારીખ પહેલાં સુધારો કરી શકાય છે. પણ દરેક વખતે ફોર્મ ફરીથી સબમિટ કરવું ફરજિયાત છે.
૩. મારી માર્કશીટમાં માત્ર ગ્રેડ જ આપેલા છે, તો ફોર્મ કેવી રીતે ભરવું?
તમારે યુનિવર્સિટીનું માર્ક્સ કન્વર્ઝન સર્ટિફિકેટ માર્કશીટ સાથે સ્કેન કરીને એક જ ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવાનું રહેશે.
૪. પસંદગીની (Higher Preference) કોલેજમાં જવું હોય તો શું કરવું?
તમારે પોર્ટલ પર ઓનલાઈન "કન્સેન્ટ" (Consent) આપવી ફરજિયાત છે, તો જ આગામી રાઉન્ડમાં ઉપરની કોલેજમાં પ્રવેશ મળી શકશે.
૫. ફોર્મ ભરતી વખતે કોલેજ કે પ્રોગ્રામ શોધવામાં મુશ્કેલી પડે તો?
પોર્ટલ પર આપેલ Know Your College (KYC) ટેબનો ઉપયોગ કરીને તમે સરળતાથી શોધી શકો છો.
૬. ઓનલાઈન ફોર્મ જાતે ભરવામાં તકલીફ પડતી હોય તો?
તમે પોર્ટલ પર દર્શાવેલ 'ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર' ની રૂબરૂ મુલાકાત લઈને મદદ મેળવી શકો છો.
૭. કોલેજના કટ-ઓફ કે અન્ય માહિતી માટે કોનો સંપર્ક કરવો?
તમે પોર્ટલ પર 'AI એજન્ટ' નો ઉપયોગ કરી શકો છો અથવા +૯૧-૭૯૬૯૭૯૯૬૮૦ પર કૉલ કરી શકો છો.
૮. એન્જિનિયરિંગ કે ફાર્મસી માટે આ પોર્ટલ પર ફોર્મ ભરવાનું છે?
ના, ACPC કે ACMPC દ્વારા થતા પ્રવેશ માટે GCAS પોર્ટલ પર અરજી કરવાની જરૂર નથી.
૯. એડમિશનની ઓફર મળ્યા પછી તેને કન્ફર્મ કેવી રીતે કરવી?
ડેશબોર્ડ પરથી OTP દ્વારા પ્રવેશ કન્ફર્મ કરી, નિયત સમયમાં કોલેજ ખાતે અસલ ડોક્યુમેન્ટ્સ સાથે રૂબરૂ રિપોર્ટિંગ કરવાનું રહેશે.
૧૦. રજિસ્ટ્રેશન કરતી વખતે સંપર્ક વિગતોમાં શું ધ્યાન રાખવું?
રજિસ્ટ્રેશન સમયે વિદ્યાર્થીએ ફક્ત પોતાનો જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવો. આ મોબાઈલ નંબર પર વોટ્સએપ મેસેજ અને SMS મોકલવામાં આવશે. સૌ પ્રથમ 'ક્વિક રજીસ્ટ્રેશન' કરવું ફરજિયાત છે, તે પછી જ લોગ-ઈન કરીને સંપૂર્ણ ફોર્મ ભરી શકાશે.
૧૧. પસંદગી ક્રમ (Preferences) આપતી વખતે શું કાળજી રાખવી?
ફોર્મમાં કોલેજ/યુનિવર્સિટીની પસંદગી ખૂબ જ ધ્યાનપૂર્વક ભરવી. એકવાર કોઈ કોલેજમાંથી પ્રવેશની ઓફર મળે, તો તે પસંદગી ક્રમની નીચેના તમામ પસંદગી ક્રમ સિસ્ટમ દ્વારા આપમેળે રદ (Deactivate) થઈ જશે. (ઉદાહરણ તરીકે: જો તમે ૧૦ પસંદગીઓ આપી હોય અને ચોથા નંબરની કોલેજમાં ઓફર મળે, તો ૫ થી ૧૦ નંબરની પસંદગીઓ આગળના રાઉન્ડ માટે નીકળી જશે.
૧૨. ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવું અને કયા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા?
વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના નજીકના GCAS ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર અથવા GCAS હેલ્પ સેન્ટર પર જઈને વિના મૂલ્યે ફોર્મ ભરે. ફોર્મ ભરવા માટે જરૂરી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા
૧૩. અપગ્રેડ/સ્લાઈડ વિકલ્પ (Consent) શું છે અને તે શા માટે જરૂરી છે?
જો વિદ્યાર્થીને કોઈ કોલેજ/યુનિવર્સિટીમાંથી ઓફર મળે અને તે પ્રવેશ લે, પરંતુ તેને તેનાથી ઉચ્ચ પસંદગીની કોલેજમાં જવું હોય, તો તેણે આગામી રાઉન્ડમાં જવા માટે પોર્ટલ પર ઓનલાઈન 'સંમતિ' (Consent) આપવી પડશે. જો સંમતિ આપવામાં નહીં આવે, તો વિદ્યાર્થી ઉચ્ચ પસંદગીઓ માટે આગળના રાઉન્ડમાં જઈ શકશે નહીં ા
📱 અમારી સાથે જોડાવ
આ જ પ્રકારની ભાવનગર યુનિવર્સિટી (MKBU) તેમજ અન્ય પ્રવેશ પરીક્ષા, સ્કોલરશીપ અને પરિણામ અંગેની સચોટ માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સાથે આજે જ જોડાવ.
📢 ખાસ સૂચના:
તમારા એવા મિત્રો જેમણે આ વર્ષે ધોરણ 12 પાસ કર્યું છે, તેમને આ માહિતી અત્યારે જ મોકલો જેથી તેઓ છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી શકે.



0 Comments