GCAS (Gujarat Common Admission Service) એ ગુજરાત સરકારનું ઓનલાઇન પ્રવેશ પોર્ટલ છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને ફોર્મ ભરતી વખતે અનેક પ્રશ્નો પડે છે. અહીં અમે તમને મુખ્ય પ્રશ્નો (FAQs) અને તેનો સરળ ઉકેલ આપી રહ્યા છીએ, જે દરેક વિદ્યાર્થી માટે ઉપયોગી છે.


❓પ્ર.1: GCAS શું છે?

ઉત્તર: GCAS એ એક ઓનલાઇન પ્રવેશ પોર્ટલ છે, જે ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓ અને તેમનાં જોડાયેલા કોલેજોમાં પ્રવેશ માટે છે.


❓પ્ર.2: GCAS પોર્ટલ કઈ તારીખે ખુલશે?

ઉત્તર: પ્રથમ ફેજ 
➡️ રજીસ્ટ્રેશન શરૂ: 09 મે 2025
➡️ છેલ્લી તારીખ: 21 મે 2025

નોંધ: બીજા ફેજ માટેની તારીખો પણ બહાર પડતી હોય છે પરતું તેમાં જે સીટો પહેલા ફેજ માં મેરીટ મુજબ ભરાઈ ગયા બાદ જે સીટો ખાલી રહી હોય તે સીટો માટે એડમીશન માટેના ફોર્મ ભરતા હોય છે.
જેથી બને તો પેહલા ફેજ માં જ ફોર્મ ભરી દેવું વધુ હિતકારી રહે છે. 



❓પ્ર.3: GCAS ફોર્મ ભરવા માટે કઈ વેબસાઈટ છે?

ઉત્તર:
👉 https://gcas.gujgov.edu.in


❓પ્ર.4: ફી કેટલી છે અને કેવી રીતે ભરી શકાય?

ઉત્તર:
💰 રજીસ્ટ્રેશન ફી ₹300 છે.
🟢 ફક્ત ઓનલાઇન પેમેન્ટ દ્વારા ભરવી (UPI, Netbanking, Card વગેરે).


❓પ્ર.5: કયા ડોક્યુમન્ટ્સ જરૂરી છે?

મહત્વપૂર્ણ દસ્તાવેજો:

  • SSC અને HSC માર્કશીટ
  • શાળા છોડ્યું પ્રમાણપત્ર (SLC)
  • જાતિ અને નોન-ક્રીમિલેયર / EWS / PwD પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • આધાર કાર્ડ
  • ફોટો અને સાઇન (jpg/jpeg ફોર્મેટમાં)

❓પ્ર.6: ફોન નંબર અથવા ઇમેઇલ ખોટી નાખી દીધી છે – હવે શું કરવું?

ઉત્તર:
GCAS પોર્ટલ પર ‘Edit’ વિકલ્પ ઉપલબ્ધ છે ફોર્મ સબમિટ કરતા પહેલા. જો ફોર્મ Already Submit થઈ ગયું છે તો Verification Center પર જઇને સુધારો કરાવી શકાય છે.


❓પ્ર.7: હું General Category નો છું – પણ કોઈ ક્વોટા પસંદ કર્યું છે. હવે શું કરવું?

ઉત્તર:
જો ખોટો ક્વોટા પસંદ કર્યો હોય તો ફોર્મ ફરી Edit કરી ને યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો ફાઈનલ Submit કરી દીધું છે તો Verification Center પર જઇને સુધારો કરવો પડશે.


❓પ્ર.8: ABC ID / APAAR ID શું છે અને કેમ જરૂરી છે?

ઉત્તર:
ABC ID એ યુનિવર્સલ સ્ટુડન્ટ ID છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ડેટાને જોડે છે. GCAS પ્રવેશ માટે આ ID હોવી જરૂરી છે.
👉 બનાવો: https://www.abc.gov.in


❓પ્ર.9: Verification ક્યારે અને કઈ રીતે કરાવવી?

ઉત્તર:
✅ ફોર્મ સબમિટ કર્યા પછી જો ડેટા auto-fetch થયો છે તો Verificationની જરૂર નથી.
નહીંતર, નિકટના Verification Center પર જઇને દસ્તાવેજોની ચકાસણી કરાવવી ફરજિયાત છે.


❓પ્ર.10: Choice Filling શું છે?

ઉત્તર:
Choice Filling એ તે Colleges/Universities/Courses પસંદ કરવાની પ્રક્રિયા છે જેમાં તમે એડમિશન લેવા ઈચ્છો છો. પ્રેફરન્સ પ્રમાણે શ્રેણીબદ્ધ કરો.


❓પ્ર.11: એડમિશન કન્ફર્મ કેવી રીતે કરવું?

ઉત્તર:

  1. GCAS પોર્ટલ પર લોગિન કરો.
  2. આપેલ એડમિશન ઑફર ચકાસો.
  3. OTP દ્વારા કન્ફર્મ કરો.
  4. ઓફર લેટર પ્રિન્ટ કરો અને કોલેજ/યુનિવર્સિટી પર રિપોર્ટિંગ કરો.

❓પ્ર.12: Mobile OTP ના આવે તો શું કરવું?

ઉત્તર:

  • Spam / Promotions Folder તપાસો
  • નેટવર્ક રિફ્રેશ કરો
  • અથવા GCAS Helpline / Nearest Center નો સંપર્ક કરો

❓પ્ર.13: Choice Filling ભરતી વખતે ધ્યાન માં રાખવાની બાબતો ?

ઉતર : 
  • Choice Filling ભરવા સમયે જે પણ યુનીવર્સીટી,કોલેજ કે ડીપાર્ટમેન્ટ માં એડમીશન લેવાનું હોય તે જગ્યા પર મેરીટ આધારે પ્રકિયા થતી હોય છે.
  • જેથી કોઈ એક ફિલ્ડમાં આગલા વધવું હોય જેમકે બી.એસસી તો તે માટેની જેટલી પણ તમારી ગમતી અથવા અનુકુળ પડે તેવી યુનીવર્સીટીમાં અનુકુળ પડે તેવી વધુમાં વધુ કોલેજો સિલેક્ટ કરવી જોઈએ 
  • વધુમાં કોલેજ માં પણ ક્યાં સબ્જેક સાથે આગળ વધવું છે તે પણ નક્કી કરી તેના ક્રમ નક્કી કરી તે મુજબ એક થી વધુ વિષયો પણ સિલેક્ટ કરવા જોઈએ કારણકે જયારે પ્રથમ મેરીટ લીસ્ટ બહાર પડે છે ત્યાર બાદ મેરીટ મુજબ જે વિધાર્થીઓનો જે કોલેજ કે ડીપાર્ટમેન્ટમાં ક્રમાંક આવતો હોય તે મુજબ તેમને બોલાવવામાં આવતા હોય છે.
  • જો તેમાં તમે સિલેક્ટ કરેલી ગમતી કોલેજમાં તમે સિલેક્ટ કરેલ એક જ સબ્જેક્ટની બધું સીટો જો ફૂલ થઇ ગઈ હોય તો તમે ત્યારે જો બીજા સબ્જેક્ટ સિલેક્ટ ન કરેલા હોય તો તમે મેરીટ માં હોવા છતાં બીજા વિષયમાં કે સબ્જેક્ટમાં એડમીશન પ્રથમ મેરીટ યાદી સમયે નહિ લઇ શકો તમારે બીજા મેરીટ યાદી બહાર પડે તે પેહલા તમારા ફોર્મ માં અન્ય વિષયો ઉમેરવા પડશે જેની પણ તમારે કાળજી રાખવી જોશે.   જેથી મેરીટમાં હોવા છતાં નાની ભૂલ ને કારણે તમારો તે સબ્જેક્ટમાં મેળવવાનો મોકો હાથમાં થી ના સરકી  જાય. 
  • ખાસ ઘણી સરકારી કોલેજમાં સંખ્યાધિક વર્ગ અને સરકારી વર્ગ એમ બંને પ્રકારના વર્ગો ચાલતા હોય છે જેથી ફોર્મ ભરતા સમયે તે પણ ધ્યાનથી જોવું અને ફોર્મ ભરવું જોઈએ.

🤝 મદદ માટે કોન્ટેક્ટ કરો:

📞 GCAS Helpline: GCAS પોર્ટલ પર “Help Center” વિભાગ જુઓ
🌐 https://gcas.gujgov.edu.in

નોંધ: તમે તમારો પ્રશ્ન અહી કમેન્ટ માં પણ લખી શકો છો જેનો ઉતર મારી પાસે હશે તો ચોક્કસ  હું ઉતર આપવાનો પ્રયાસ કરીશ.


📢 સંદેશ વિદ્યાર્થીઓને:

"તમારું ભવિષ્ય તમારી ઘડાવેલી તૈયારી પર આધાર રાખે છે. સમયસર પગલાં લો અને દરેક સ્ટેપ ધ્યાનથી ભરો!"




Follow Us

મિત્રો, આશા છે કે 

www.mkbunews.com 

દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.

આભાર !!