:: જાહેરાત ::

સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર ખાતે ટુંક સમયમાં શરૂ થનાર ૩૭મો લેબોરેટરી તથા એક્સ-રે ટેકનીશયન એક વર્ષના તાલીમી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે તા.૧૮/૦૬/૨૦૨૪ થી તા. ૨૯/૦૬/૨૦૨૪ રાત્રીના ૧૨-૦૦ વાગ્યા સુધીમાં નીચે દર્શાવ્યા પ્રમાણેની શૈક્ષાણિક લાયકાત તથા યોગ્યતા ધરાવનાર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. પ્રવેશ મેરીટના આધારે આપવામાં આવશે.


(૧) શૈક્ષણિક લાયકાત: -


(અ) લેબોરેટરી ટેકનીશીયન માટે: – બી. એસ. સી. કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી વિષયના ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ સિવાયના વિજ્ઞાનના વિષયોમાં બી.એસ.સી. કરેલ વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.


(બ) એકસ-રે ટેકનીશીયન માટે: - માન્ય યુનિવર્સિટીની બી.એસ.સી. પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન અરજી કરી શકશે. (ફીજીકસ વિષયના ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.)


(૨) ઉંમર: - જાહેરાતની તારીખના રોજ ૧૮ થી ૨૫ વર્ષની અંદર હોવી જરૂરી છે. એસ.ટી./એસ.સી./ઓ.બી.સી. અનામત વર્ગના ઉમેદવારોને સરકારથીના પ્રવર્તમાન નિયમાનુસાર વયમર્યાદામાં છુટછાટ આપવામાં સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ કુલ બેઠકોમાંથી અનામત કક્ષાામાં આવતી કેટેગરીમાં આવતાં ઉમેદવારો તથા વિકલાંગો માટે નિયમાનુસાર બેઠકો અનામત રાખવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારને અત્રેની કોલેજમાં તાલીમ આપતા વિભાગોમાં પુરા સમય માટે તાલીમ લેવાની રહેશે. તાલીમાર્થીને રહેઠાણની સુવિધા આપવામાં આવશે નહીં. તાલીમનો સમય પુરો થરશે એટલે નિયમ મુજબ પરીથાડા પાણ કરવાની રહેશે.


પ્રવેશ માટે ઓનલાઈન અરજીની લીંક સરકારી મેડીકલ કોલેજ, ભાવનગરની વેબસાઈટ http://gmcbhavnagar.edu.in (Recent Update) પર મૂકવામાં આવશે. એક્ષરે ટેકનિશયન અને લેબોરેટરી ટેકનીશીયન  બન્નેમાં ઉમેદવારી નોંધાવનારને બન્ને ફોર્મ તેમજ ફી અલગ-અલગ ઓનલાઈન ભરવાની રહેશે જેમાં જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરી નિયત તારીખ સુધીમાં ભરવાનું રહેશે, તેમજ પસંદગી યાદી પણ ઉપરોકત વેબસાઈટ ઉપર જ મુકવામાં આવશે જેથી ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારે સમયસર વેબસાઈટ જોતા રહેવું સરકારશ્રીનાં વખતોવખતના ઠરાવમાં થયેલ સુધારા વધારા દરેક ઉમેદવારને બંધનકર્તા રહેશે.


૩૭મો લેબોરેટરી/એકસ-રે ટેકનિશ્યન તાલીમમાં અરજી કરતા પહેલા જરૂરી સૂચના• ૩૭મો લેબોરેટરી/એકસ-રે ટેકનિશ્યનમાં અત્રેની સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી તા.૧૮/૦૬/૨૦૨૪ થી તા.૨૯/૦૬/૨૦૨૪ સુધી રાત્રીના ૧૨-૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.


•  ઓનલાઈન અરજીમાં સુચવ્યા મુજબ તાલીમાર્થીએ તેમના તમામ ઓરીજનલ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે.


• ઓ.બી.સી./એસ.ઈ.બી.સી. વિધાર્થીઓએ પોતાનું નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ તથા ઈ.ડબલ્યુ.એસ. સર્ટિફિકેટ તા.૦૧/૦૪/૨૦૨૨ પછીનું સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ હોવુ જોઈએ.


• અરજદારની ઉમર અરજી ફોર્મ ભર્યાની છેલ્લી તારીખે ૧૮ થી ૨૫ વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો (એસ.સી./એસ.ટી./ઓ.બી.સી.) સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટ આપવામાં આવશે.


• અરજી પત્રકમાં તમામ ઓરીજનલ ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે તથા અરજીની જરૂરી ફી ભરવાની રહેશે.


• લેબોરેટરી ટેકનિશ્યન તેમજ એકસ-રે ટેકનિશ્યન કોર્ષ માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે તેમજ અલગ ફી ભરવાની રહેશે.


• ઉમેદવારની રજીસ્ટર આઈ.ડી. તેનો મોબાઈલ નંબર અથવા ઇ-મેલ આઈ.ડી. રહેશે. જેના આધાર પર જ વિધાર્થી અરજીમાં સુધારો તેમજ ફ્રી ની ચુકવણી કરી શકશે.


• ઉમેદવારે ઓનલાઈન ફોર્મમાં ભરેલી વિગતો અને અપલોડ કરેલ આધાર પુરાવામાં કોઈ વિસંગતતા જણાશે. તો ફોર્મ રદ કરવામાં આવશે.


• સિલેકશન યાદી તથા પ્રતિક્ષા યાદી bun matbhavnagar.edu.in વેબસાઈટ ઉપર જ મુકવામાં આવશે જેથી ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારે સમયસર વેબસાઈટ જોતા રહેવું.


• ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ અરજીમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકાશે નહી.


ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાના થતા પ્રમાણપત્રોની યાદી


૧) ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો.

૨) ઉમેદવારનો સહીનો નમુનો અપલોડ કરવાનો રહેશે.

૩) ઉમેદવારના ઓળખ/સરનામાના પુરાવા તરીકે નીચે મુજબના પૈકી એક અપલોડ કરવુ.(આધાર કાર્ડ/ચુટણી કાર્ડ/ પાસપોર્ટ/ ડ્રાઈવિંગ લાઈસન્સ.)

૪) એચ.એસ.સી.ની માર્કશીટ તથા બી.એસ.સી.ની તમામ વર્ષ /સેમેસ્ટરની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. જો એક થી વધુ ટ્રાઈ હોય તો વર્ષ વાઈઝ પી.ડી.એક. બનાવી જે તે વર્ષ /સેમેસ્ટરની માર્કશીટ અપલોડ કરવાની રહેશે..

૫) બી.એસ.સી.નું ટ્રાયલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે.

૬) બી.એસ.સી.ની ડીગ્રી સર્ટિફિકેટ અપલોડ કરવુ. જો પરમેનન્ટ ડીગ્રી સર્ટિફિકેટ ન હોય તો પ્રોવિઝનલ ડીગ્રી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે.

૭) કાસ્ટ સર્ટિફિકેટ /નોન ક્રમીલીયર સર્ટિફિકેટ તથા ઈ.ડબલ્યુ.એસ. સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે.

૮) ઉમેદવારના જન્મ તારીખના પુરાવા માટે સ્કુલ લીવીંગ/જન્મ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.

૯) ફીઝીકલ હેન્ડીકેપ ઉમેદવારોએ સીવીલ સર્જન દ્વારા આપવામાં આવેલ ફીઝીકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે.

૧૦) અપલોડ કરવાના ડોક્યુમેન્ટની સાઈઝ ૧ MB કરતા વધારે ન હોવી જોઈએ.


ઉપરોકત તમામ પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ Submit button પર કલીક કરતા પેમેન્ટ ગેટવેનું ઓપ્શન આવશે જેમાં ઓનલાઈન પેમેન્ટ રૂા.૧૦૦/- (Non-Refundable) ભરવાના રહેશે.


ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ જ અરજી માન્ય ગણવામાં આવશે.


📱Click And Join Whatsapp Channel