૧૯/૪ થી યોજાનાર પરીક્ષાઓ પણ હાલ માટે મોકૂફ 
- યુનિ. દ્વારા સત્તાવાર પ્રેસનોટ જાહેર



  • મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષાઓના કાર્યક્રમ મોકૂફ  
  • કોરોના ચેઈન તોડવા માટે ૧૦/૪ થી ૧૪/૪ સુધી કાર્યાલય તેમજ યુનિવર્સિટીનાં ડીપાર્ટમેન્ટ અને યુનિવર્સીટી સંચાલિત કોલેજીસ બંધ 


મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલ તા.૧૯/૦૪/૨૦૨૧ ના રોજ લેવાનારી યુ.જી. સેમેસ્ટર - ૩ અને ૫, પી.જી, સેમેસ્ટર ૩ તેમજ બી.એડ સેમેસ્ટર ૩ અને બી.એડ (એચ.આઇ) સેમેસ્ટર ૩ ની રીપીટર પરીક્ષાઓ તથા એલ.એલ.બીની સેમેસ્ટર ૧,૩,૫ અને ૬ ની તેમજ એમ.બી.એ. સેમ – ૧ અને એમ.સી.એ સેમ – ૧ ની રેગ્યુલર પરીક્ષાઓ ભાવનગર શહેર તેમજ જિલ્લાની હાલની કોવીડ -૧૯ ની પરિસ્થિતિને ધ્યાને લઇ મોકૂફ રાખવામાં આવે છે .

જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી યુનિ.ની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે . 

ભાવનગર શહેરની હાલની જે કોરોનાની સ્પીડ વધે છે તેની કોરોનાની ચેઇન તુટે તે હેતુથી તા.૧૨/૪/૨૦૨૧ ના રોજ રજાનું એડજસ્ટ કરવામાં આવેલ છે જેથી તા. ૧૦ થી ૧૪ સુધી યુનિ. કાર્યાલય, યુનિ.ના ડિપાર્ટમેન્ટ તથા યુનિવર્સીટી સંચાલિત કોલેજીસનું સમગ્ર કામકાજ બંધ રહેશે જેની સંબંધિત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલ છે.


આ પોસ્ટમાં આપવામાં આવેલ માહિતીને લગતા અન્ય સવાલો નીચે કમેન્ટ કરો યોગ્ય માહિતી આપવા મદદ કરવા પ્રયત્ન કરવામાં આવશે...

મિત્રો, આશા છે કે 

www.mkbunews.com 

દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.

આભાર !!

Follow Us