યુ.જી સેમ.૩,૫ તેમજ પી.જી સેમ.૩ના પરીક્ષા ફોર્મ ભરવા પોર્ટલ લેઈટ ફી વગર ખોલવા અને કોવીડની પરિસ્થિતિમાં તીતિંગ લેઈટ ફી ન ઉધરાવવા તેમજ રી-એસેસમેન્ટના પરિણામો ૪૫ દિવસ થવા છતાં જાહેર ન થવા ના કારણે વિધાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ બાબતે આજ રોજ કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી
ફાઈલ ફોટો

એમ.કે ભાવનગર યુનિવર્સિટી દ્વારા યુ.જી સેમ.૩,૫ના તેમજ પી.જી સેમ.૩ની પરીક્ષા ફી ફરવાનો સમયગાળો ૯/૧૧/૨૦૨૦ના પુરો કરી દેવામાં આવ્યો છે. જે સમય દરમિયાન વેબસાઈટ લોડ કરવાના કારણે ગામડાના ઘણા વિધાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શક્યા ન હતા. ત્યારબાદ દિવાળી વેકેશન હોવાના તેમજ પછીથી ભરાતું પરીક્ષા ફોર્મ ઓફલાઇન ભરવાનું હોવાથી તથા ખુબ મોટી તોતીગ લેઈટ ફી ઉઘરાવના કારણે કોવિડની આ પરિસ્થિતિમાં ઘણા વિધાર્થીઓ ફોર્મ ભરવાથી વંચિત રહેલ છે જે દરેક વિધાર્થીઓ પાસેથી યુની.ના તાનાશાહી નિર્ણય મુજબ લેઈટ ફી સ્વરૂપે ૨૦૦૦/૫૦૦૦/૧૦૦૦૦ સુધીની લેઈટ ફી આ કોવિડની પરિસ્થિતિમાં ઉધરાવી એ કોઈ અંશે વ્યાજબી નથી.

કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુનિવર્સીટીના નિયમોએ વિધાર્થીઓની સગવડતા માટે તથા વ્યવસ્થા માટે બનતા હોય છે પણ નિયમોના નામે વિધાર્થીઓ પાસેથી આ રીતે આ કોવિડની પરિસ્થિતિમાં પૈસા ઉધરાવવા કોઈ અંશે યોગ્ય નથી જે બંધ કરી ૨ દિવસ માટે લેઈટ ફી વગર પરીક્ષા ફોર્મ ભરવાનું ઓનલાઈન પોર્ટલ ખોલી આપવામાં આવે જેથી જે કોઈ વિધાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરવામાં બાકી રહી ગયા છે તે ફોર્મ ભરી શકે અને ગામડાના તેમજ જીલ્લા બહારના વિધાર્થીઓને આ કોવીડ મહામારીના સમયમાં ઓફલાઇન ફોર્મ ભરવા માટે યુનિવર્સીટી ખાતે આવું ન પડે તથા જે વિધાર્થીઓ પાસેથી આ પ્રકારે આવા કોવીડની મહામારીના સમયમાં લેઈટ ફી સ્વરૂપે જે પણ પૈસા લેવામાં આવ્યા હોય તે વિધાર્થીઓને પરત કરવા રજૂઆત કરી હતી.

યુનિવર્સિટી દ્વારા રી-એસેસમેન્ટના પરિણામો ઝડપી ન આપી શકવાના કારણોમાં હંમેશા વિધાર્થીઓ દ્વારા વધુ વિષયોના રી-એસેસમેન્ટને કારણભૂત ગણાવતા રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ આ વખતના રી-એસેસમેન્ટમાં ફકત ૨ વિષયના જ રી-એસેસમેન્ટ કરવાનો કાળો કાયદો લાવવામાં આવ્યો હતો જે વિધાર્થીઓના તમામ પેપરના ન્યાય મેળવવાના હક પર તરાપ સ્વરૂપે હતો જે નિયમ લાગુ કરવાથી પરિણામ ઝડપી આપી શકાય તેવા કારણો યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યા હતા. જે પરિણામો આજે પણ યુનિવર્સિટીના નિયમ મુજબ ૪૫ દિવસ પુરા થઇ જવા છતાં હજુ પણ તે પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. જેને પરિણામે અંતે સેમ.૬ના વિધાર્થીઓ અન્ય યુનિવર્સીટીમાં એડમિશન પ્રકિયામાં પણ ભાગ લઇ શકતા નથી અને પ્રવેશ વંચિત રહે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.

યુનિવર્સિટી પોતે બનાવેલ નિયમોનું પાલન કરી શકી નથી જે રી-એસેસમેન્ટના પરિણામો બાકી છે તેના કારણે અંતે વિધાર્થીઓ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જે અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી પરિણામો જાહેર કરવા અને યુનિવર્સિટી દ્વારા બનાવેલ નિયમોનું યુનિવર્સીટી પ્રથમ પાલન કરી વિધાર્થીઓ પાસે પાલન કરવાની અપેક્ષા રાખે એ યોગ્ય છે એક તરફ યુનિવર્સિટી પોતે સમયનું પાલન ન કરી વિધાર્થીઓ પાસે સમય પાલનના નામે તોતીગ ફી ની લૂટ ચલાવી રહી છે જે યોગ્ય નથી અંતે તો વિધાર્થીઓ માટે જ યુનિવર્સિટી છે. કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા વિધાર્થી કેન્દ્રિત નિર્ણય કરવા અનુરોધ કર્યો હતો.