મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તા . ૦૭/૧૨/૨૦૨૦ થી શરૂ થનાર યુ.જી. સેમેસ્ટર ૩ - પ અને પી.જી સેમેસ્ટર ૩ ની પરીક્ષાઓમાં સેન્ટર ચેન્જ કરવા અંગે જાહેરાત

જે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર ચેન્જ કરવું હોય તેના માટે અરજીઓ તા.૨૫/૧૧/૨૦૨૦ થી તા.૨૭/૧૧/૨૦૨૦ એમ કુલ ત્રણ દિવસ દરમિયાન યુનિવર્સિટીની વેબસાઇટ પર જ ઓનલાઇન એપ્લીકેશન દ્વારા સેન્ટર ચેન્જ કરવા માટે ફોર્મ ભરવાના રહેશે 

(ખાસ નોંધ:- જેની વિદ્યાર્થીઓએ તેમજ વાલીઓએ ખાસ નોંધ લેવી ત્યાર બાદ કરવામાં આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં ,)

 વિદ્યાર્થીએ આપેલ સેન્ટર ચેન્જની અરજી જો જે તે સેન્ટર પર સીટ ખાલી હશે તો જ વ્યવસ્થા કરી આપવામાં આવશે અન્યથા અગાઉ આપેલ સેન્ટર પર જ પરીક્ષા આપવાની રહેશે .
સીટ નંબર જોવા માટે Click here 

7/12/2020 થી શરૂ થતી પરીક્ષા માટે સેન્ટરમાં ફેરફાર કરવા માટેનું ફોર્મ

Click here to center changes

વિદ્યાર્થીએ ઓન-લાઈન પરીક્ષાનું સેન્ટર ચેન્જ ફોર્મ ભરતી વખતે કરવાની પ્રક્રિયા

  1. વિદ્યાર્થીએ જે તે પરીક્ષાનું સેન્ટર ચેન્જ ફોર્મ જે તે પરીક્ષા પુરુતું સીમિત રહેશે. ( વિદ્યાર્થીઓ એક પરીક્ષા દીઠ માત્ર એક જ વખત પરીક્ષા સેન્ટર નું ફોર્મ ભરી શકશે )
  2. પરીક્ષા સેન્ટર ચેન્જ ફોર્મની તમામ વિગતો સમજણપૂર્વક ભરવી.
  3. પરીક્ષા સેન્ટર ચેન્જ ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થયા પછી કોઈ પણ સંજોગોમાં પરીક્ષા સેન્ટર ચેન્જ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં
  4. અપૂરતી વિગત અથવા ખોટી માહિતી વાળું પરીક્ષા સેન્ટર ચેન્જ ફોર્મ કેન્સલ થઈ શકે છે
  5. વિદ્યાર્થી દ્વારા પરીક્ષા સેન્ટર ચેન્જ ફોર્મમાં પસંદ કરવામાં આવેલ પરીક્ષા સ્થળ પર જો seat availability હશે તો જ વિદ્યાર્થીને પરીક્ષા સેન્ટર ચેન્જ કરી આપવામાં આવશે અન્યથા વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા ની બેઠક વ્યવસ્થા મુજબ પરીક્ષા આપવાની રહેશે
  6. પરીક્ષા સેન્ટર ચેન્જની એપ્લિકેશન યુનિવર્સીટી દવારા સ્વીકાર કરેલ છે કે નહીં તેની જાણ SMS દવારા કરવામાં આવશે
  7. પરીક્ષા સેન્ટર ચેન્જની એપ્લિકેશન યુનિવર્સીટી દવારા સ્વીકાર થયા થી આપ મળે વિધાર્થીની જે તે પરીક્ષાની હોલટિકિટમાં પસંદગી કરેલ સ્થળ ની નજીક નું પરીક્ષા કેન્દ્ર ફળવાય જશે.
  8. અન્ય કોઈ પ્રકારની હેલ્પ માટે : exam-conduct@mkbhavuni.edu.in