અખિલ ભારતીય વિધાર્થી પરિષદ હંમેશા પ્રવેશ, પરીક્ષા અને પરિણામ સંદર્ભે વિધાર્થીઓને યોગ્ય પારદર્શિતા અને ન્યાય મળે તે માટે  આગ્રહી રહ્યું છે.

એ.બી.વી.પીના કાર્યકર્તાઓની કુલપતિશ્રીને રજૂઆત


તારીખ ૧૦/૧૧/૨૦૨૦ના રોજ એ.બી.વી.પી દ્વારા વિવિધ વિધાર્થીઓને અસર કરતી બાબતો પ્રત્યે તાત્કાલિક યોગ્ય કરવા યુનિવર્સીટીના કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.

૧) ગ્રાન્ટેડ કોલેજોમાં F.Y.B.Com માં સીટ વધારો આપવા બાબત :
ધોરણ 12  પુરક  પરીક્ષા (સામાન્ય પ્રવાહ)નું  પરિણામ આવતા B.A  ની સીટમાં વધારો આપ્યો તેને અમે આવકારીએ છીએ પરતું સામાન્ય પ્રવાહમાં Arts અને Commerce બન્નેના વિધાર્થીઓ હોય છે તેથી સામાન્ય પરિસ્થિતિ વાળા B.com કરવા માંગતા પુરક પરીક્ષામાં પાસ થયેલા તથા અન્ય પ્રવેશવંચિત વિધાર્થીઓ માટે ગ્રાન્ટેડ કોલેજોમાં સીટ વધારો આપવા અમારી આગ્રહભરી રજૂઆત છે.

“વિધાર્થીઓની રજૂઆત તથા વિધાર્થીઓની સંખ્યાના આધારે નિર્ણય કરવા બાંહેધરી આપી છે”

૨) એક્ષ્ટર્નલના પરિણામો બાબતે:
હમણાં એક્ષ્ટર્નલનું પરિણામ જાહેર થયું ત્યારે વિધાર્થીઓનું પાસ-નાપાસ-વિથહેલ્ડ વાળું પરિણામ જાહેર થયું પરંતુ વિધાર્થીઓના માર્ક્સ પી.ડી.એફમાં અગાઉના પરિણામોમાં મળતા હતા તેવી રીતે પરિણામ જાહેર થયું નથી. એક્ષ્ટર્નલમાં વધુ વિવિધ ગામોમાંથી આવતા અને નોકરી કરતા ઉમેદવારો પરીક્ષા આપતા હોય છે.આ વિધાર્થીઓને નાપાસ થયા હોય તો રી-એસેસમેન્ટ માટે એક સપ્તાહનો સમય જ આપવામાં આવ્યો છે તથા તેઓને ક્યાં વિષયમાં નાપાસ થયા છે તે પણ ધ્યાનમાં હોતું નથી તેથી માર્ક્સ સાથે જે પરિણામ જાહેર થયું હતું તેમાં ફેરફાર નહિ કરવા અમારી માંગણી છે.

“ભૂલ સ્વીકારી તાત્કાલિક પરિણામો પ્રોવિઝનલ માર્કશીટ સ્વરૂપે મુકવામાં આવ્યા છે અને બીજી ઝડપથી મુકવા બાંહેધરી આપી છે”

પ્રોવિઝનલ માર્કશીટ જોવા માટે  ક્લિક કરો  

૩)રી-એસેસમેન્ટના પરિણામો બાબતે:
સામાન્ય રીતે પરીક્ષાના પરિણામ પછી રી-એસેસમેન્ટ અને ત્યારબાદ એ.ટી.કે.ટીની પરીક્ષા આવતી હોય છે પરતું બી.એસસીમાં તથા અન્ય ફેકલ્ટીના રી-એસેસમેન્ટના પરિણામો આવ્યા પહેલા એ.ટી.કે.ટીની પરીક્ષા આવી ગઈ. જે વિધાર્થીઓએ રી-એસેસમેન્ટમાં પાસ થાય તેઓને બધી રીતે નુકશાન જાય છે. સ્થાનિક કક્ષાએ રી-એસેસમેન્ટ કરાવવાથી જે ઝડપે પરિણામ આપવું જોઈએ તે રીતે મળતું નથી. આ બાબતે આપ ત્વરિત યોગ્ય કરશો તેવી અપેક્ષા છે.

“યુનિવર્સીટી દ્વારા ભૂલ સ્વીકારી અને યોગ્ય ઝડપી પ્રકિયા કરવા જે-તે વિભાગને સુચના આપવામાં આવી થોડા દિવસોમાં પરિણામો જાહેર કરવામાં આવશે” 

(રી-એસેસમેન્ટમાં પાસ થનાર વિધાર્થીનું રી-એસેસમેન્ટનું પરિણામ માન્ય ગણાશે તેમજ એ.ટી.કે.ટીની પરીક્ષા ફી પણ તેમને રી-ફંડ કરવામાં આવશે)

૪) આવનારી પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવા બાબતે:
પરીક્ષાનું સમયપત્રક અગાઉથી આપી દઈને યોગ્ય આયોજનનો આપનો સુંદર પ્રયાસ છે પરતું ક્યારેક અનિવાર્ય સંજોગોને કારણે વિધાર્થી હિતમાં પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા વિનંતી છે. હવે પછીના તબક્કાની જે પરીક્ષા શરુ થઇ રહી છે ત્યારે સાથે
C.A.  ની પરીક્ષા પણ છે અને ઘણા વિધાર્થીઓ સાથે C.A. પણ કરતા હોય છે તથા B.Sc ના પ્રેક્ટીકલ પણ હજુ પુરા થયાના તરત જ અન્ય પરીક્ષા આવતા વિધાર્થીઓને અગવડ પડે તેવી રજૂઆત વિધાથીઓ પાસે થી મળી હતી જેને ઘ્યાને લઇ શક્ય હોય તો ૧૦ દિવસ જેટલી પરીક્ષા પાછળ લઇ જવામાં આવે તો અનુકુળતા રહશે અને વિધાર્થીઓના હિતમાં રહેશે.

“ એક-બે દિવસમાં જ પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર થઇ શકશે કે કેમ તે અંગે 
વિભાગીય પ્રકિયા અને વ્યવસ્થા જોઈને જવાબ આપવા જણાવેલ છે”

૫) પરિણામમાં ક્ષતિઓના પ્રશ્નો બાબતે:
પરીક્ષા પછી પરિણામમાં જે પ્રશ્નો ઉદભવે છે તે ન થાય તે બાબતે પણ આપ પહેલેથી જ મોનીટરીંગ સિસ્ટમ ગોઠવશો તેવી પણ માંગણી છે.

૬) કોર્ષ ધટાડવા તેમજ પેપરના પ્રશ્નો ઘટાડવા બાબતે :
કોરોના સંદર્ભે પ્રત્યક્ષ શિક્ષણ શકય બન્યું નથી તથા ઓનલાઈનની મર્યાદા બધાને ખબર છે ત્યારે કોર્ષમાં ઘટાડો કરવાનો સમયસર નિર્ણય કરવામાં આવે તથા પેપરમાં ૫ માંથી ૩ પ્રશ્નો કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

 “ કોવિડ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેપરમાં ૫ માંથી ૩ પ્રશ્નો વાળી પેપર સ્ટાઈલ કરવા હકારાત્મક નિર્ણય જાહેર કરવા બાંહેધરી આપી છે”

આ તમામ રજૂઆત અંગે હકારાત્મક નિર્ણય ઝડપથી યુનિવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવશે..