યુનીવર્સીટી દ્વારા M.B.P (Merit Based Progression)  મુજબ પરિણામ જાહેર કરવામાં આવેલ તેવા એ.ટી.કે.ટીના વિધાર્થીઓની ફી રીફંડ અંગે વિધાર્થીઓમાં અસમંજસ....
- ઝડપી નિર્ણય કરવા કુલસચિવશ્રીને કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા રજૂઆત......
પ્રતીકાત્મક તસ્વીર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી દ્વારા રાજ્ય સરકારશ્રીની સુચના અન્વયે યુનીવર્સીટી દ્વારા જે પરીક્ષાનું આયોજન કરેલ નથી અને M.B.P (Merit Based Progression)  મુજબ પરિણામ જાહેર કરવામાં આવેલ છે તેવા વિધાર્થીઓને પરીક્ષાફોર્મ ફી હવે પછીના પરીક્ષા ફોર્મ ફી ભરતી વખતે મજરે આપવામાં આવશે જે અંગે પ્રેસનોટના માધ્યમથી વિધાર્થીઓને માહિતગાર કરેલ છે પરતું તેમાં એ.ટી.કે.ટીના વિધાર્થીઓની ફી રી-ફંડ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી જેથી વિધાર્થીઓ અસમંજસ અનુભવી રહ્યા છે.

જે વિધાર્થીઓને પરીક્ષાનું આયોજન કરેલ નથી અને તેવા યુ.જી સેમ.૨,૪માં એ.ટી.કે.ટી ધરાવતા વિધાર્થીઓને પણ M.B.P (Merit Based Progression) મુજબ પરિણામ જાહેર કરવામાં આવેલ છે અને જે  વિધાર્થીઓ હાલ અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે અથવા તેમને જે-તે સેમેસ્ટરમાં જ એ.ટી.કે.ટી ધરાવતા હતા જે વિધાર્થીઓનું પણ M.B.P (Merit Based Progression) મુજબ પરિણામ જાહેર થઈ ચુક્યું છે. તેવા વિધાર્થીઓને આવનારા સમયમાં કોઈપણ પ્રકારની પરીક્ષા કે પરીક્ષા ફોર્મ ભરવાના થઈ શકશે નહિ જેથી તેમને મજરે કરવા શક્ય બનશે નહિ તેવા વિધાર્થીઓને પરીક્ષા ફી રી-ફંડ અંગે યુનીવર્સીટી દ્વારા નિર્ણય કરી વિધાર્થીઓને ઝડપથી જાણ કરવા કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.