યુનીવર્સીટીનાં ડીગ્રી સર્ટીફીકેટમાં વારંવાર  ક્ષતિ આવવાના કારણે કુલાધીપતીશ્રીના નામનું ગૌરવ ન જળવાતું હોવા અંગે આજ રોજ કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કુલસચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું..
પ્રતીકાત્મક તસ્વીર



મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી દ્વારા  ઓગસ્ટ ૨૦૧૯માં જે વિધાર્થીઓને પોસ્ટના માધ્યમથી ડીગ્રીઓ મેળવવા અરજી કરેલ તેમને ડીગ્રી પોસ્ટના માધ્યમથી થોડા દિવસો પહેલા મોકલવામાં આવી હતી જેમાંથી ઘણા બધા વિધાર્થીઓને ડીગ્રી ભૂલ ભરેલી મળી છે.

    આ પહેલા પણ કોન્વોકેશનમાં આશરે ૬૮ જેટલા માસ્ટરમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ડીગ્રીમાં સાલમાં ભૂલ હોવાનો કિસ્સો બનવા પામ્યો હતો. આ ઉપરાંત બી.એસસીના વિધાર્થીઓને   થોડા દિવસો પહેલા જ એમ.એસસીની  ડીગ્રી એટલેકે સ્નાતકને બદલે અનુસ્નાતકની ડીગ્રી અપાઈ ગઈ હતી..

    તા.૨૬/૧૨/૨૦૧૯ના રોજના કોર્ટસભ્ય દ્વારા માસ્ટર ડીગ્રીના તમામ વિધાર્થીઓની ડીગ્રીમાં ભૂલ હોવાની જાણ કરતા પત્રની સાથે જ તેમાં પોસ્ટ દ્વારા ડીગ્રી મેળવવા ઈચ્છતા વિધાર્થીઓને ડીગ્રી મોકલતા પહેલા જ ભૂલ કે ક્ષતિ નથી તે અંગે ચકાસણી કરવા અને આવી ભૂલ માટે જવાબદાર અધિકારી સામે તાત્કાલિક પગલા લેવા તેમજ ભવિષ્યમાં આવી ભૂલ ના બંને તે માટે પૂર્ણ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો પરતું યુનીવર્સીટી  દ્વારા તે દિશામાં કોઈ ચોક્કસ અને નક્કર કાર્યવાહી થઈ હોય કે તકેદારી રાખવામાં આવી હોય તેવું બનવા પામ્યું નથી.

    હાલ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ ડીગ્રીમાંથી ઘણા વિધાર્થીઓ જે કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ  કરેલ છે અથવા એન્ડ્રોલ થયા છે તેમજ ડીગ્રી ફોર્મ ભરતા સમયે પણ પૂર્ણ તકેદારી રાખી તેમની જ સાચી કોલેજનું નામ જણાવેલ છે તેમ છતાં વિધાર્થીઓની ડીગ્રીમાં તેમની કોલેજના નામ બદલે અન્ય કોલેજનાં નામ સાથેની ડીગ્રી મળી છે જે યુનીવર્સીટીના તંત્ર અને સતાધીશોની બેદરકારી અને ભૂલોને છાવરવાની નીતિ સ્પષ્ઠ કરે છે તથા તેનો ભોગ અંતે તો વિધાર્થીઓ બની રહ્યા છે.

    યુનીવર્સીટી તંત્ર દ્વારા વિધાર્થીઓ પાસેથી લેવામાં આવતી ફીમાં વધારો કરવામાં કોઈ જ સેજ-શરમ રહેતી નથી પરતું તેમના દ્વારા વિધાર્થીઓને ફી ને અનુરૂપ જે ભૂલ વગરની વ્યવસ્થા મળવી જોઈએ તે યુનીવર્સીટીના તંત્રની અને અધિકારીઓની ભૂલોના પરિણામે આપવામાં અસમર્થ રહે છે. તેમજ યુનીવર્સીટી પરનો વિશ્વાસ જે વિધાર્થીઓને રહેવો જોઈએ તે યુનીવર્સીટીતંત્રની  આવી ભૂલોના પરિણામે ખુબ જ ખરાબ છાપ વિધાર્થીઓના માનસ પર ઉભી થઈ રહી છે જે ખુબ જ દુ:ખદ બાબત છે.    

    જેમની  નીતિ અને શાસન માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત હતા તેવા મહારાજાસાહેબના નામે પરથી આપણી યુનીવર્સીટીનું નામ છે પરતું અધિકારીઓની નબળી અને અકુશળ, અસક્ષમ, અનઆવડત  અને એકબીજાને છાવરવાની નીતિના પરિણામે આવી ભૂલો થી યુનીવર્સીટીનું નામ ખરાબ થઈ રહ્યું છે જે કોઈપણ પ્રકારે ચલાવી શકાય નહિ.

    આ યુનીવર્સીટી મેળવવા માટે ભાવનગરના ઘણા નગરજનો દ્વારા લોહી સીચી આ યુનીવર્સીટીના પાયા નાખવામાં આવ્યા છે તેવી આ યુનીવર્સીટીમાં ઘોર-બેદરકારી અને રાજ્યપાલશ્રીની સહીઓ ધરાવતી ખોટી ડીગ્રી સમાન ડીગ્રીઓ વિધાર્થીઓને આપી રાજ્યપાલશ્રીનું પણ અપમાન કરેલ છે એક કોર્ટસભ્ય તરીકે અમારા દ્વારા સમર્થિત તથા કુલાધિપતિશ્રી દ્વારા પારિત ડીગ્રીમાં ક્ષતિઓ ક્યારે પણ સ્વીકાર્ય કે ચલાવી શકાય નહિ.

    યુનીવર્સીટી તંત્ર દ્વારા પેપરમાં ભૂલો હોવાની કે પરિણામઓ ક્ષતિયુક્ત આપવાની ઘણી ભૂલો ભૂતકાળમાં વારંવાર બનતી જ રહી છે  પરતું ખાસ કરીને જયારે આવા ડીગ્રી સર્ટીફીકેટમાં કુલાધિપતિ સાહેબશ્રી એટલેકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને રાજયના બંધારણીય વડાની સહીથી જયારે પ્રસિદ્ધ થતું હોય ત્યારે આ પ્રકારની ભૂલથી તેમનું પણ ગૌરવ જળવાતું નથી અને આ સર્ટીફીકેટ વિધાર્થીઓની જિંદગીનું એક પ્રતિક હોય છે અને ખુબ જ મેહનત કરીને પ્રાપ્ત કર્યું હોય છે જેની સાથે વિધાર્થીઓની  લાગણી જોડાયેલ હોય તેવી મહત્વપૂર્ણ ગણાતી ડીગ્રીઓમાં પણ વારંવાર ઘ્યાન દોરવવા છતાં ક્ષતિઓ યુક્ત ડીગ્રી ક્યારે પણ ચલાવી શકાય નહિ. 

    આમ અગાઉની ઘટનાથી યુનીવર્સીટીએ કોઈ બોધપાઠ લીધો હોવાનું જણાતું નથી તેમ કરીને ઈરાદાપૂર્વક રાજભવનનું અપમાન અને અનાદર થાય તે પ્રકારની કાર્યવાહી અને કૃત્યો કરવામાં આવી રહ્યા છે અને થઈ રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં આ અંગે અનુભવી વ્યક્તિઓની એક કમિટી બનાવીને આ ભૂલો માટે જે કોઈ અધિકારીઓ, વ્યક્તિઓ કે એજન્સી આની પાછળ જવાબદાર હોય તેઓની સામે શિક્ષાત્મક અને અસરકારક દંડાત્મક તાત્કાલિક પગલા લેવા અરજ કરી  હતી  તેમજ પહેલા જે ડીગ્રીમાં ભૂલ બાબતે રજૂઆત થયેલ હતી તેમાં ક્યાં કારણસર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અથવા  યુનીવર્સીટીની શું મજબૂરી રહી તે અંગે સ્પષ્ટતા કરવા કોર્ટસભ્ય દ્વારા જાણવામાં આવ્યું છે અને પોસ્ટમાં મોકલતા પહેલા ક્ષતિઓ છે કે નહિ તે શા માટે ચેક ન કરવામાં આવ્યું તે અંગે પણ સ્પષ્ટતા કરવા પણ  જણાવ્યું છે  અને યુનીવર્સીટીની ભૂલ ના કારણે વિધાર્થીઓને તકલીફ ન પડે તે રીતે  ભૂલ સુધારી વિધાર્થીઓને સુધારેલી ડીગ્રી પાછી આપવા આયોજન કરવા તાકીદે કાર્યવાહી કરવા કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કુલપતિશ્રી, કુલસચિવશ્રી, તેમજ ઇસી સભ્યોશ્રીઓને ઈ-મેઈલ ના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી.  

Contact Us