કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કોરોના મહામારીના સમયમાં વિધાર્થીઓ પાસે થી ફી ન માંગવા કે ઉઘરાવવા અનુસંધાને કુલાધીપતીશ્રી, કુલપતિશ્રી, કુલસચિવશ્રી અને ઈ.સી.સભ્યશ્રીઓને યુનીવર્સીટી દ્વારા જ સરકારી તેમજ પ્રાઇવેટ કોલેજો/ભવનોને પરિપત્ર કરવા રજૂઆત કરવામાં આવી

પ્રતીકાત્મક તસ્વીર

કોરોનાની મહામારીને પરિણામે ખુબ મોટા પ્રમાણમાં ઘણા ધંધા રોજગાર હાલ પણ બંધ છે અને સરકારશ્રી દ્વારા પણ આ બાબતને ઘ્યાનમાં રાખીને અને વિધાર્થીઓના વાલી અને વિધાર્થીઓની પરિસ્થિતિ સમજીને સંવેદનશીલ નિર્ણય લઇ તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાને કોરોના મહામારીના સંકટ પૂર્ણ ન થાય અને સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી ફ્રી ન ઉધરાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે

હાલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી સંચાલિત તેમજ સંલગ્ન સરકારી કોલેજ તેમજ પ્રાઇવેટ કોલેજો દ્વારા વિધાર્થીઓને ફી અંગે દબાણ કરવાની તેમજ ફી ભરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે જે અંગે વિધાર્થીઓ તકલીફ અનુભવી રહ્યા છે.

ઉપરોક્ત વિષય અંગે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન બને તેમજ કોરોના મહામારીનું સંકટ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ સરકારી તેમજ પ્રાઇવેટ કોલેજ, ભવનોને વિધાર્થીઓ પાસે થી દબાણ કરી ફી ન ઉધરાવવા તેમજ પછી પણ લેઇટ ફી ન લેવા તુરંત યુનીવર્સીટી દ્વારા જ વિશાળ વિધાર્થીહિતમાં પરિપત્ર જાહેર કરવા કોર્ટસભ્યશ્રી દ્વારા રાજ્યપાલશ્રી,કુલપતિશ્રી,કુલસચિવશ્રી તેમજ ઈ.સી સભ્યશ્રીઓને રજૂઆત કરવામાં આવી હતી.

Contact Us