૨૪/૦૫/૨૦૨૦ના પરિપત્ર બાદ વિધાર્થીઓની રજુઆતો અનવ્યે ઘણી સ્પષ્ટતા કરવામાં માટે આજ રોજ તા.૦૩/૦૬/૨૦૨૦ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા COVID - 19 ની મહામારીને અનુલક્ષીને રાજયની કોલેજ / યુનિવર્સિટી માટેની પરીક્ષાઓનું આયોજન કરવા બાબતે
પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.

COVID.19 ની મહામારીને નિયંત્રણમાં લાવવા માટે અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી છે જેને અનુલક્ષીને કોલેજ / યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય હાલમાં સંપૂર્ણપણે બંધ છે , COVID - 19 ની મહામારીને ધ્યાને રાખીને કોલેજ / યુનિવર્સિટીઓની પરીક્ષાઓ , આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા અને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા સંબંધે શિક્ષણ વિભાગના તા .૨૪ / ૦૫ / ૨૦૨૦ ના સમાનાંકી ઠરાવથી જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે . હાલની coviD - 19 ની મહામારીના કારણે વિદ્યાર્થીઓ તરફથી ઉપર્યુક્ત વિષય અન્વયે વિવિધ રજુઆતો કરવામાં આવી હતી . સદર બાબતે રાજ્યમાં આવેલી તમામ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ સાથે માન . શિક્ષણમંત્રીશ્રી , ગુજરાત રાજ્યની અધ્યક્ષતામાં તથા માન . રાજ્યકક્ષાના મંત્રી , ઉચ્ચશિક્ષણની ઉપસ્થિતિમાં તા . ૨૯-૦૫-૨૦૨૦ ના રોજ વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું અને કુલપતિશ્રીઓ સાથે આ બાબતે ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી . તમામ હકીકતોને ધ્યાનમાં લઇને ગુજરાત રાજયની કોલેજ / યુનિવર્સિટી માટેની પરીક્ષા ઓનું આયોજન કરવા અને આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ની પ્રવેશ પ્રકિયા તથા શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની બાબતે કેટલીક સ્પષ્ટતા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી જે કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાજયની કોલેજ / યુનિવર્સિટી માટેની પરીક્ષાઓનું આયોજન કરવા નીચે પ્રમાણેની સુચનાઓ ઠરાવવામાં આવે છે.
( ૧ )ઈન્ટરમીડીએટ સેમેસ્ટર ૨ , ૪ , ૬ ( જયારે સેમેસ્ટર ૬ ઈન્ટરમીડીએટ હોય ત્યારે ) ના વિદ્યાર્થીઓને Merit Based Progression આપવાનું હોઈ પરીક્ષા ફી પરત આપવા વિદ્યાર્થીઓ તરફથી માંગણી કરવામાં આવી છે . આથી Merit Based Progression ના કિસ્સામાં તે સેમેસ્ટરની પરીક્ષા ફી આગામી સેમેસ્ટરની પરીક્ષા ફી તરીકે મજરે આપવાની રહેશે . *ઈન્ટરમીડીએટ= મધ્યવર્તી  અહી દર્શાવેલ સેમ.૬ એ એન્જીયરીંગ કે તેવી શાખા માટે છે જેમાં ૮ સેમેસ્ટર ભણવાના 
આવે છે. 

( ૨ ) વિદ્યાર્થીઓ તરફથી એવી રજુઆત થયેલ છે કે કેટલાક વિદ્યાર્થીઓ કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા હોય કે પરીક્ષાના દિવસે coVID 19 ના લક્ષણો દેખાય કે કોરોના સંક્રમિત થયેલ હોવાનું જણાય કે અન્ય કારણોસર પરીક્ષા કેન્દ્ર સુધી આવી શકે તેમ ન હોય તો ફકત તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા ઓગષ્ટ / સપ્ટેમ્બર મહિનામાં યોજવાની રહેશે . આ ખાસ પરીક્ષાના માર્ક્સ રેગ્યુલર માર્ક્સ તરીકે માર્કશીટમાં દર્શાવવામાં આવશે .

( 3 ) કેટલાંક કોર્સ જેવા કે B.Ed. , L.L.B. , B.Lib . વગેરે ચાલે છે . જે ખરેખર યુ.જી. કોર્સ છે પરંતુ આ કોસિસમાં ગ્રેજ્યુએશન પછી જ પ્રવેશ આપવામાં આવે છે . આવા કોર્સીસ માટે કુલપતિશ્રીઓની ભલામણ મુજબ પી.જી.ની જેમ પરીક્ષા લઇ યોજવાની રહેશે .


( ૪ ) લોકડાઉનના લીધે કેટલાય વિદ્યાર્થીઓ અન્ય જીલ્લાઓમાં / રાજ્યમાં તથા વિદેશ પોતાના વતનમાં જતા રહ્યા છે . જો તેઓને ફક્ત પરીક્ષા માટે જ પરત બોલાવવામાં આવે તો તેઓને અસુવિધા થવાની શક્યતા રહે છે . આમ , માત્ર પરીક્ષા માટે movement કરવી ન પડે તેથી વિદેશી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓનલાઈન યોજવાની રહેશે તથા અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓનલાઈન યોજી શકાય . વધુમાં , કેટલીક યુનિવર્સિટીઓ જેવી કે GTU , ગુજરાત યુનિવર્સિટી વગેરેમાં સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને તેઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે . આવા વિદ્યાર્થીઓ માટે પણ યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા તથા સ્વસ્થ્યરક્ષા માટે ગુજરાતમાં દરેક જિલ્લા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવાનું આયોજન કરવાનું રહેશે તેમ પરિપત્રમાં જણાવેલ છે.

શિક્ષણ વિભાગના તા.૨૪/૦૫/૨૦૨૦ ના રોજ જાહેર કરેલ પરિપત્રની સમાંનાકી ઠરાવથી આપવામાં આવેલી આ સિવાયની અન્ય સૂચનાઓ યથાવત રહેશે તેમ વધુમાં પરિપત્રમાં જણાવેલ છે.