મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટીના કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ વિધાર્થીઓના પરીક્ષા અંગેના સર્વેમાં વિધાર્થીઓ દ્વારા આપવામાં આવેલ વિવિધ સૂચનો અને તેના આધારેનું તારણ યુનીવર્સીટીને ધ્યાનમાં લેવા કુલસચિવશ્રીને રજૂઆત કરવામાં આવી...

File Photo
ફાઈલ ફોટો

    થોડા સમય પહેલા જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટીના વિધાર્થીઓ પરીક્ષા અંગે શું વિચારે છે તેમજ તેમની મનોસ્થિતિ શું છે તે જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સુધી કુલ ૨૩૧૦ વિધાર્થીઓ જોડાયા હતા. આ સર્વે માં વિધાર્થીઓ ક્યાં સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે તથા તે હાલના રહેઠાણનો જીલ્લો તેમજ તાલુકો અને ગામ અને સરકાર દ્વારા જાહેર કરેલ નીતિ નિયમ મુજબ પરીક્ષા વગર ૫૦%-૫૦% ના નિર્ણય પ્રમાણે પાસ કરવામાં તેમની સહમતિ છે કે પરીક્ષાનું આયોજન થવું જોઈએ અથવા પરીક્ષા ફરજીયાત લેવાવી જોઈએ તેમાં તેમની સહમતિ છે જેવા વિવિધ સવાલો પૂછવામાં આવ્યા હતા. 

    અંતે વિધાર્થીઓ જે સહમતિ આપી છે તે આપવા માટેના તેમના શું વાસ્તવિક કારણો છે તે પણ જણાવ્યા હતા. આ સર્વેમાં કુલ ૨૩૧૦ વિધાર્થીઓમાંથી રેગ્યુલર તેમજ એક્ષ્ટર્નલ તેમજ ભાવનગર અને બહારગામ તેમજ સેમેસ્ટર અને વર્ષ તથા બેચલર(યુ.જી) કે માસ્ટર (પી.જી) તેમજ સરકાર દ્વારા જાહેર કરેલ નીતિ નિયમ મુજબ પરીક્ષા વગર ૫૦%-૫૦% ના નિર્ણય પ્રમાણે પાસ કરવામાં સહમતિ છે કે પરીક્ષાનું આયોજન થવું જોઈએ અથવા પરીક્ષા ફરજીયાત લેવાવી જોઈએ તેમાં સહમતિ છે જેવા વિવિધ સવાલો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.

    કુલ ૨૩૧૦ વિધાર્થીઓમાંથી ૨૨૩૭ કુલ રેગ્યુલર વિધાર્થીઓ તેમજ ૭૩ કુલ એક્સ્ટર્નલના વિધાર્થીઓ જોડાયા હતા. જેમાં ૧૮૯૦ વિધાર્થીઓ રેગ્યુલર બેચલર ડીગ્રીના વિધાર્થીઓમાંથી કુલ ૧૦૦૮ વિધાર્થીઓ સેમેસ્ટર ૬ના વિધાર્થીઓ હતા તેમજ માસ્ટરના સેમેસ્ટર ૨,૪ના કુલ ૩૧૬ વિધાર્થીઓ જોડાયા હતા.


    આ તમામ સર્વેમાં મહત્વપૂર્ણ તારણ એ ફક્ત બેચલર(યુ.જી) સેમેસ્ટર ૬ તેમજ પી.જી સેમ.૨,૪ ના વિધાર્થીઓ દ્વારા જણાવેલ માહિતીના આધારે કરવામાં આવ્યું છે જેમાં યુ.જી સેમ.૬ના કુલ ૧૦૦૮ વિધાર્થીઓ તેમજ માસ્ટર(પી.જી) સેમેસ્ટર ૨,૪ના કુલ ૩૧૬ વિધાર્થીઓના એટલે કે કુલ ૧૩૨૪ વિધાર્થીઓ દ્વારા મળેલ માહિતી મુજબ કરવામાં આવ્યો છે.

    કુલ ૧૩૨૪ વિધાર્થીઓ માંથી કુલ ૧૬૦ વિધાર્થીઓ પરીક્ષાનું આયોજન થવું જોઈએ અથવા પરીક્ષા ફરજીયાત લેવાવી જોઈએ તેમાં તેમની સહમતિ દર્શાવી હતી જયારે કુલ ૧૧૬૪ વિધાર્થીઓ એ સરકાર દ્વારા જાહેર કરેલ નીતિ નિયમ મુજબ પરીક્ષા વગર ૫૦%-૫૦% ના નિર્ણય પ્રમાણે પાસ કરવામાં સહમતિ દર્શાવી છે જે સ્પષ્ટ કરે છે કે વિધાર્થીઓનો મોટો સમૂહ આ કોરોનાની સ્થિતિમાં શું વિચારી રહ્યો છે.

    આ સર્વેના કુલ ૨૨૦ વિધાર્થીઓએ માહિતી જણાવી હતી તે મુજબ તે અલગ અલગ જીલ્લામાં હાલ રહેઠાણ ધરાવે છે જેમકે અમદાવાદ, વલસાડ, જુનાગઢ, કચ્છ, રાજકોટ, ડાંગ, ગીરસોમનાથ, બોટાદ, અરવલ્લી, સુરત, દાહોદ, સુરેન્દ્રનગર, ભરૂચ, નવસારી વગેરે જીલ્લામાં થી વિધાર્થીઓએ પરીક્ષા આપવા માટે ભાવનગર આવ્યું પડશે.

    અહી જે ભાવનગરના ૧૧૦૪ વિધાર્થીઓ છે તે પણ અલગ-અલગ દરેક તાલુકામાંથી એટલેકે ભાવનગર ગ્રામ્ય, ઘોઘા, તળાજા, મહુવા, જેસર, પાલીતાણા, વલ્લભીપુર, ગારીયાધાર, સિહોર, ઉમરાળા તેમજ બોટાદ જીલ્લાના ગઢડા, રાણપુર, બરવાળા જેવા તાલુકાના અંતરિયાળ ગામોમાં વિધાર્થીઓ રહેઠાણ ઘરાવે છે. 

    અહી પૂછેલા તારણો અને સૂચનમાં વિધાર્થીઓની સ્પષ્ટ મનોસ્થિતિ જોવા મળી હતી કે આ કોરોનાની પરિસ્થિતિમાં વિધાર્થીઓ પરીક્ષા દેવા તેમજ તેની તૈયારી કરવા માટે માનસિક રીતે તૈયાર નથી સાથે વિધાર્થી પરીક્ષા આપવામાં કોરોનાના થવાના ભયથી ખુબજ ચિંતિત છે સાથે ગામડાના વિધાર્થીઓ અપડાઉન માટે વ્યવસ્થા ન હોવા તેમજ બહારગામના વિધાર્થીઓએ પોતાની હોસ્ટેલ બંધ હોવાથી અને પરીક્ષા સમયે રહેવા જમવાની વ્યવસ્થા કેમ થશે તે બાબતથી ચિંતિત છે અને અલગ અલગ જીલ્લાના વિધાર્થીઓ સાથે રહેવાના આયોજનથી કોરોના ફેલાવવાનો ભય લાગવાની વાત પણ વિધાર્થીઓએ રજુ કરી છે.

    સમરસ હોસ્ટેલ કે હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓ લોકડાઉન જાહેર થતા સાથે જ બુક્સ અને મટીરીયલએ હોસ્ટેલ પર છોડી ઘર પર જતા રહયા હોવાથી પરીક્ષાનું વાંચવાનું સાહિત્ય ન હોવાની તેમજ કઈ રીતે મેળવવું તેની પણ ચિંતા જણાવી હતી.

    વિધાર્થીઓના વાલીઓ દ્વારા પણ વિધાર્થીઓને આવા સમયમાં પરીક્ષા ન દેવા માટે જણાવવામાં આવે છે જેથી આ પરીક્ષા ન દઈ ને પણ વિધાર્થીઓનું ભવિષ્ય બગડી શકે તેમ છે તેવી વાત પણ વિધાર્થીઓએ રજુ રાખી હતી. 

    હાલની પરિસ્થિતિમાં હજુ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેવામાં પરીક્ષા આપવામાં ભય પણ લાગવાની અને કોઈ પણ નાની ભૂલ કે બારીક વ્યવસ્થાના અભાવમાં કોરોના થાય તો તે માટે જવાબદારી કોની તેવા સવાલો પણ વિધાર્થીઓએ રજુ રાખ્યા હતા. 

    કોરોનાની આ ભયજનક પરિસ્થિતિ માં જો યુનિવર્સિટી પરીક્ષા લે તો સંક્રમણ નો ખતરો રહે અને જો આવો કોઈ બનાવ બને તો ખૂબ જ મોટી સંખ્યામાં નિર્દોષ વિદ્યાર્થીઓ લપેટ માં આવી શકે છે જે ચાર ચાર લોકડોઉન થઈ જે સંક્રમણ ના ભય ના લીધે બહાર નથી નિકલતા એ લોકો ને યુનિવર્સિટી ના પરીક્ષા લેવાના નિર્ણય માટે બહાર નીકળી અને પોતાનો જીવ જોખમમાં મુકવો પડશે તેમ પણ વિધાર્થીએ જણાવેલ છે. 

    જો પરીક્ષા લેવામાં જ આવશે તો કોઈ વિધાર્થી પોતાના ભવિષ્યની ચિંતામાં પરીક્ષા આપવા કોઇપણ પરિસ્થતિમાં કોઈ પણ જીલ્લા કે પોતના કોરોનટીન વિસ્તારમાંથી આવી હોસ્ટેલ,પરીક્ષા ખંડમાં કે બહાર આવી ભૂલથી પણ સંક્રમણ ફેલાવી શકે તેઓ ભય પણ તેમના વાલીઓને છે તેમ પણ વિધાર્થીએ જણાવેલ હતું. 

    પરીક્ષા સમયે બાદ સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન થઈ શકવાની પણ અને શિક્ષકો દ્વારા વિધાર્થીઓ કે વિધાર્થીઓ દ્વારા શિક્ષકોને સંક્રમણ થવાનો ભય સાથે ચિંતા પણ વિધાર્થીઓએ જણાવી હતી તેમજ દરેક ની ઇમ્યુનિટી અલગ અલગ હોવાની અને કોઈક ને કોરોના થયો હોય પરંતુ ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોવા ને લીધે લક્ષણો ન પણ દેખાય પરંતુ તેના સંપર્ક માં આવતા નબળી ઇમ્યુનિટી વાળાને પોઝિટિવ થઈ શકે તેમ પણ વિધાર્થીઓએ જણાવેલ હતું. 

    સેનેટાઇઝ કરવાથી સંપૂર્ણ રક્ષણ મળી જતું નથી અને સંપૂર્ણપણે કોઈ વાઇરસ નાબૂદ ન જ થાય તેવી વાત પણ વિધાર્થીઓએ રજુ કરી હતી અને પરીક્ષા દરમિયાન નાની પણ ભૂલ એ સુપર સ્પ્રેડર પરિસ્થિતિ ઉદભવી શકવાનો ભય પણ વિધાર્થીઓએ દર્શાવ્યો હતો. 

    વાર્ષિક પદ્ધતિમાં અંતિમ વર્ષ મહત્વપૂર્ણ હોય છે કારણકે વાર્ષિક પદ્ધતિમાં અંતિમ વર્ષના માર્ક તેમજ ટકાવારીના આધારે જ તે વિધાર્થીને જોબ કે આગળના અભ્યાસક્રમમાં એડમીશન મળવાપાત્ર હોય છે જેની તદ્દન વિરુદ્ધ સેમેસ્ટર સિસ્ટમમાં ૧ થી ૬ સેમેસ્ટરના કુલ ગુણ અને તેની ટકાવારીના આધારે જ કોઈ પણ જોબ કે આગળના અભ્યાસક્રમમાં એડમીશન મળવાપાત્ર રહેતું હોય છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે સેમેસ્ટર સિસ્ટમમાં દરેક સેમેસ્ટરનું સરખું મહત્વ હોય છે ફક્ત અંતિમ સેમેસ્ટર કે પી.જીના સેમેસ્ટર એજ એટલા મહત્વપૂર્ણ નથી. આ વિધાર્થીઓ સેમેસ્ટર ૧ થી ૫નો અભ્યાસ પૂરો કરી ચુક્યા છે અને તેના આધારે પરિણામ પણ મેળવી ચુક્યા છે ત્યારે તેમનું ફક્ત અંતિમ સેમેસ્ટર એ મહત્વપૂર્ણ ગણી શકાય નહિ માટે દરેક વિધાર્થીઓને તેમના પાછલા વર્ષના પરિણામોના આધારે તેમનું મુલ્યાંકન કરી તેમનું પરિણામ જાહેર કરી શકાય અને જો કોઈ વિધાર્થી આ રીતે તૈયાર કરેલ પરિણામથી અસંતુષ્ટ હોય તો તેવાજ વિધાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવાથી યુનીવર્સીટીને પણ ખુબ ઓછા વિધાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવાનું થશે અને સોશિયલ ડીસ્ટન્સનું પણ સરળતાથી પાલન કરાવી શકાશે અને કોઈપણ વિધાર્થીઓ સાથે અન્યાય થવાની સંભાવના પણ રહશે નહિ આવું ચોક્કસપણે કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહિલનું વ્યક્તિગત માનવું છે તેમ પણ જણાવ્યું હતું. 

    આ તમામ સર્વેના આધારે ચોક્કસ એક જ તારણ પર આપી શકાય છે કે આ કોરોનાની પરિસ્થિતિમાં વિધાર્થીઓ પરીક્ષા દેવા તેમજ તેની તૈયારી કરવા માટે માનસિક રીતે તૈયાર નથી સાથે વિધાર્થી પરીક્ષા આપવામાં કોરોનાના થવાના ભયથી ખુબજ ચિંતિત છે ત્યારે યુનીવર્સીટી દ્વારા યુ.જી સેમેસ્ટર ૬ અને પી.જી સેમેસ્ટર ૨,૪ની પરીક્ષાના આયોજન પહેલા વિધાર્થીઓ તેમજ તેમના વાલીઓના મત લેવા ખુબ જરૂરી છે કારણકે વિધાર્થીઓએ સમાજ તેમજ દેશનું ભવિષ્ય છે આવી પરિસ્થિતિમાં નાની અમસ્તી ભૂલ પણ વિકરાળ સ્વરૂપ લઇ શકે છે માટે કોર્ટસભ્ય તરીકે યુનીવર્સીટીના અધિકારીશ્રીઓને બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા નમ્ર અપીલ કરી હતી કે વિધાર્થીઓના મત લેવા ખુબ જ જરૂરી છે ત્યારે તેઓની માનસિક સ્થિતિ શું છે તેમજ પરીક્ષા અંગે તેઓના મત શું છે તેઓનું હાલનું રહેઠાણ ક્યાં છે તેમની પરિસ્થતિ વગેરે જાણીને જ નિર્ણય કરવો યોગ્ય છે કારણકે આ પરીક્ષાથી વિધાર્થીઓના પરિણામ તેમજ તેમના જીવન પર ખુબ મોટી અસર છોડી શકે તેમ છે સાથે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલા એટલા દિવસના શ્રમ અને આયોજન પર પણ પાણી ફરી શકે તેમ છે માટે યુનીવર્સીટી દ્વારા સર્વપ્રથમ સમગ્ર વિધાર્થીઓના સર્વે કરી વિધાર્થીઓની તેમજ વાલીઓની મનોસ્થિતિ જાણીનેજ વિધાર્થીઓના હિતમાં નિર્ણય કરવા કોર્ટ સભ્યએ નમ્ર અનુરોધ કર્યો હતો.

    

Contact Us

સંદર્ભ:- આવેદનપત્ર