coronavirus, coronavirus outbreak, india lockdown, gujarat education minister, Bhupendrasinh Chudasama, gujarat Entrepreneurs, corornavirus challenges, coronavirus challenges solution, Gujarat University Student Entrepreneurship Council, GUSEC, indian express news


 ગુજરાતમાં કોરોનાના કેસ માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોલેજ તેમજ શાળાના વિધાર્થીઓ માટે વેકેશનની જાહેરાત કરવામાં આવી 

આપણે સર્વે જાણીએ છીએ કે તાજેતરમાં નોવલ કોરોના વાયરસ( COVID-19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને આ આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તકેદારીના પગલારૂપે રાજ્યની તમામ શાળાઓ,કોલેજો, યુનીવર્સીટીઓ તથા ઉચ્ચ  શૈક્ષાણિક સંસ્થાઓ તેમજ ગુજરાતમાં કાર્યરત કેંન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર તથા સ્વાયત સંસ્થાઓ હસ્તકની તમામ શૈક્ષાણિક  સંસ્થાઓમાં શૈક્ષાણિક  કાર્ય બંધ રાખવાની સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જેને અંતર્ગત્ત તમામ શૈક્ષાણિક સંસ્થાઓ છેલ્લા ૨૫ દિવસથી સંપૂર્ણ રીતે બંધ છે.

તથા હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને તા,૧૫/૦૪/૨૦૨૦ થી તા.૧૬/૦૫/૨૦૨૦ સુધી તમામ સરકારી યુનીવર્સીટી અને તેને સંલગ્ન સરકારી, ખાનગી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

લોક ડાઉનને પરિણામે ગુજરાતની ઘણી યુનીવર્સીટીમાં શૈક્ષાણિક કાર્ય બંધ કરવાના કારણે વર્ષ ૨૦૧૯-૨૦ની પરીક્ષાઓનુ આયોજન થઈ શક્યું નથી જે અંગે UGC તથા AICTE નું માર્ગદર્શન મેળવી ને તે પ્રમાણે પરીસ્થીતીને અનુકુળ નિર્ણય કરવામાં આવશે...

સંદર્ભ- ગુજરાત સરકાર પરિપત્ર ક્રમાંક :પરચ/૨૦૧૮/૬૧/ખ-૧ તા.૧૩/૦૪/૨૦૨૦