ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં નોવલ કોરોના વાઇરસ(covid-19)ની મહામારીની આકસ્મિક પરિસ્થિતિને ઘ્યાનમાં લઈને વેકેશન તારીખ ૨૦/૦૬/૨૦૨૦ સુધી તમામ સરકારી યુનીવર્સીટી અને તેને સંલગ્ન તમામ કોલેજો માટે ૮/૫/૨૦૨૦ ના રોજ પરિપ
ત્રથી જાહેર કરેલ છે.
કોરોના મહામારીના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે અને તેમાં ઘણા શહેરોમાં સ્થિતિ વધુ નાજુક હોવાથી તે ચેપ અન્ય શહેરોમાં કે વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે. આથી કોરોનાના મહામારી વચ્ચે કોલેજોનું વેકેશન કે જે તારીખ ૧૬/૦૫/૨૦૨૦ ના રોજ થી પૂરું થનારુંનું હતું તે વેકેશન ખોલવામાં આવે તો વધુ કેસનો ફેલાવો થાય તેમ છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે તમામ સરકારી યુનીવર્સીટી તેમજ તેની સાથે સંલગ્ન સરકારી, ખાનગી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો માટે ઉનાળુ વેકેશન તા.૨૦/૦૬/૨૦૨૦ સુધી લંબાવવા માટેનો નિર્ણય કરેલ છે.
સંદર્ભ:-ગુજરાત સરકાર પરિપત્ર ક્રમાંક : પ૨ચ/૨૦૧૮/૬૧/ખ-૧
સંદર્ભ :- તારીખ ૯/૫/૨૦૨૦ના સમાચાર પત્રો
સંદર્ભ :- તારીખ ૯/૫/૨૦૨૦ના સમાચાર પત્રો
0 Comments