COVID - 19 ની મહામારીને નિયંત્રણમાં લાવવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે , કોરોના વાયરસની સંક્રમણને અટકાવવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી છે જેને અનુલક્ષીને સોશિયલ ડિસ્ટન્સીંગની સુચનાઓ પાલન કરવાના હેતુથી હાલમાં કોલેજ/યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય હાલમાં સંપૂર્ણપણે બંધ છે . COVID - 19 ની મહામારીને ધ્યાને રાખીને કોલેજ/યુનિવર્સિટીઓની પરીક્ષા ઓ તેમજ આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા અને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા સંબંધે U.G.C ના તા.૨૯.૦૪.૨૦૨૦ ના પત્રથી માર્ગદર્શક સુચનાઓ પરિપત્રિત કરવામાં આવી છે. આ તમામ હકીકતોને ધ્યાનમાં લઇને ગુજરાત રાજયની કોલેજ/યુનિવર્સિટી માટેની પરીક્ષાઓનું આયોજન કરવા અને આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ની પ્રવેશ પ્રકિયા તથા શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી .

સરકાર દ્વારા કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાજયની કોલેજ/યુનિવર્સિટી માટેની પરીક્ષાઓનું આયોજન કરવા અને આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ની પ્રવેશ પ્રકિયા તથા શૈક્ષણિક કાર્ય શરૂ કરવા નીચે પ્રમાણેની સુચનાઓ ઠરાવવામાં આવે છે.


EXAMINATION (પરીક્ષા)

૧. યુ.જી. સીની ગાઇડલાઇન પ્રમાણે U.G કોર્સિસ/પ્રોગ્રામ અંગેની ટર્મિનલ/ફાઇનલ સેમિસ્ટર/વર્ષની પરીક્ષા ઓ તા.રપ .૦૬.૨૦૨૦ થી લેવાની રહેશે તેમજ P.G કોર્સિસ/પ્રોગ્રામ અંગેની પ્રથમ વર્ષ તથા ટર્મિનલ/ફાઇનલ સેમિસ્ટર/વર્ષની પરીક્ષાઓ તા.રપ .૦૬.૨૦૨૦ થી લેવાની રહેશે આ પરીક્ષાઓ દરમિયાન માસક , સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અંગેની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે .

૨. પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકના બદલે બે કલાકનો રાખવાનો રહેશે અને જરૂર જણાયે મલ્ટીપલ શિફટમાં પરીક્ષા લેવાની રહેશે . પરીક્ષા લેવાની કામગીરી માટે તાલુકા કક્ષાએ/સ્થાનિક કક્ષાએ પરીક્ષાના કેન્દ્રો ગોઠવવાના રહેશે .

3. COVID - 19 ની મહામારીની પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સીંગની માર્ગદર્શક સુચનાઓનું પાલન ન કરી શકાય તે સંજોગોમાં ઇન્ટરમિડિએટ સેમિસ્ટર ૨,,૬ ના વિધાર્થીઓ માટે ૫૦ % ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના ૫૦ % ગુણ તરત અગાઉના ( Previous ) સેમિસ્ટરના આધારે આપવાના રહેશે . આ યોજનાને Merit Based Progression નામ આપવામાં આવશે . વધુમાં , યુ.જી.સીની ગાઇડલાઇનને ધ્યાને લઇને નીચે પ્રમાણે મૂલ્યાંકન કરી શકાશે .

દાખલા તરીકે યુનિવર્સિટીમાં આંતરિક મૂલ્યાંકનના ૩૦ ગુણ છે તેમાંથી વિધાર્થીએ ૨૦ ગુણ મેળવેલ હોય અને તરત અગાઉના ( Previous ) સેમિસ્ટરના યુનિવર્સિટી પરીક્ષાના ૧૦૦ ગુણમાંથી તે વિધાર્થીએ ૭0 ગુણ મેળવેલ હોય તેવા કિસ્સામાં નીચે મુજબ માર્કસની ગણતરી કરવાની રહેશે .

આંતરિક મુલ્યાંકનના ૫૦% ગુણની ગણતરી

કુલ ગુણ

૫૦ %

આંતરિક મુલ્યાંકન ૩૦ માંથી મળેલ ગુણ

દા.ત. ૨૦ ગુણ

આંતરિક મુલ્યાંકનના કુલ ગુણ એટલેકે ૫૦X૨૦/૩૦=૩૩.૩૩ ગુણ

તરત અગાઉના (Previous)સેમેસ્ટરના ૫૦% ગુણની ગણતરી

કુલ ગુણ ૫૦

કુલ ગુણ ૧૦૦ માંથી મળેલ ગુણ

દાત.૭૦ ગુણ

તરત અગાઉના (Previous) સેમેસ્ટરના કુલ ગુણ એટલે કે ૭૦ના ૫૦%=૩૫ ગુણ

વિધાર્થીને મળવાપાત્ર ગુણ

કુલ ગુણ : ૧૦૦

૩૩.૩૩ + ૩૫=૬૮.૩૩ ગુણ

=૬૮ ગુણ (પૂર્ણાંકમાં ગણતા


જો પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવેલ ન હોય તો તેના ગુણની ગણતરી પણ ઉપર દર્શાવ્યા મુજબ કરવાની રહેશે . જો પ્રાયોગિક પરીક્ષા લેવાઇ ગયેલ હોય તો તે પરીક્ષા માં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાના રહેશે .

(A) અગાઉના સેમિસ્ટર અથવા વર્ષના ગુણ ઉપબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાય છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે ૧૦૦ % ગુણાંકન કરવાનું રહેશે .

(B) જો કોઇ વિધાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા માંગે તો તે આગામી સેમિસ્ટરમાં તે માટેની લેવાનાર વિશેષ પરીક્ષા આપી શકશે .

(C) ઇન્ટરમિડિએટ સેમિસ્ટર પરીક્ષાઓની આ જોગવાઇ coVID - 19 ની મહામારીના કારણે ઉદભવેલ પરિસ્થિતીને અનુલક્ષીને માત્ર ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે જ કરવાની થાય છે .

(D) કોઇ વિષયમાં વિદ્યાર્થી અનુત્તિર્ણ થયેલ હોય તો પણ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે તે વિદ્યાર્થીને “ carry Forward " કરીને આગામી સેમીસ્ટરમાં બઢતી આપવાની રહેશે.

    જે વિષયમાં વિદ્યાર્થી અનુત્તિર્ણ થયેલ હોય કે ગેરહાજર રહેલ હોય તે વિષયમાં તે વિદ્યાર્થીએ જ્યારે પરીક્ષા લેવામાં આવે ત્યારે તે પરીક્ષા આપીને તેમાં ઉત્તીર્ણ થવાનું રહેશે .

(e) જો કોઇ વિદ્યાર્થી પોતાના ગ્રેડ સુધારવા માંગે તો તે વિદ્યાર્થીને વધારાની એક તક ઓકટોબર/નવેમ્બરમાં ખાસ પરીક્ષા યોજીને આપવામાં આવશે . ૪ . માર્ક્સ જાહેર થયાના દસ દિવસમાં યુનિવર્સિટીએ વિધાર્થી પાસેથી ખાસ પરીક્ષામાં તેઓ ભાગ લેવા માંગે છે કે કેમ તે અંગેનો વિકલ્પ Online Portal માં લેવાના રહેશે . આ બાબતે યુનિવર્સિટીએ Portal ની વ્યવસ્થા કરવાની રહેશે . આ તમામ પ્રક્રિયા યુનિવર્સિટીએ તા .૧0.૦૬.૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

ADMISSION PROCESS (પ્રવેશ પ્રકિયા)

૧. ACPC Admission સિવાયના તમામ અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા તા.૧૫.૦૬.૨૦૨૦ થી શરૂ કરવાની રહેશે . પ્રવેશ માટે ઉપલબ્ધ કુલ Seats પૈકી ૯૦% seats પર હાલમાં પ્રવેશ આપવામાં આવશે , જ્યારે બાકી રહેલી ૧૦ % Seats માટે અલાયદી રીતે ઓગષ્ટ -૨૦૨૦ માં CBSE તથા અન્ય બોના પરિણામો જાહેર થયા બાદ પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે . આ ૧૦ % seats માં તમામ બોર્ડના વિધાર્થીઓની મેરીટ યાદી બનાવવાની રહેશે અને તેઓને આવરી લેવામાં આવશે

૨. વિજ્ઞાન પ્રવાહની કોર્સિસમાં પ્રવેશ માટેના ફોર્મ આપવાની પ્રક્રિયા તા.ર૬.૦૫.૨૦૨૦ થી યુનિવર્સિટીઓ દ્વારા Online કરવાની રહેશે .

3. બન્ને તબક્કના એડમિશનમાં Seats ની ફાળવણીમાં અનામતનો લાભ આપવામાં આવશે ; જેમાં SC / ST / OBC ના વિધાર્થીએ રજૂ કરેલ પ્રમાણપત્રને ધ્યાને લઇને પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે . ત્યારબાદ પ્રથમ સેમિસ્ટર માટેની પરીક્ષાના Admit Card વિદ્યાર્થીને આપવામાં આવે તે પહેલાં જે પ્રમાણપત્ર રજૂ કરાયા હોય તે અંગેના અસલ દાખલાની ખરાઇ યુનિવર્સિટી / કોલેજે કરવાની રહેશે.

. EWS / Non Creamy Layer અંગેનો દાખલા Online મળી શકે તે માટેની વ્યવસ્થા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગોઠવવાની રહેશે અને Online દાખલાના આધારે યુનિવર્સિટીઓ દ્વારા પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે, જેની ખરાઇ પછીથી Physical Document ના આધારે યુનિવર્સિટીએ કરવાની રહેશે .


ACADEMIC SESSION ( શૈક્ષણિક સત્ર )

૧. સેમેસ્ટર ૩ , ૫ અને ૭ નું શૈક્ષણિક કાર્ય તા .૨૧.૦૬.૨૦૨૦ થી શરૂ કરવામાં આવશે . શરૂઆતમાં શૈક્ષણિક કાર્ય Online પધ્ધતિથી કરવામાં આવશે . coVip - 19 ની મહામારીની પરિસ્થિતિ નિયંત્રણમાં આવે અને સમગ્રપણે પરિસ્થિતિ અનુકૂળ જણાય ત્યારબાદ જ Physical Classes ચલાવવામાં આવશે. U.G / P.G ના સેમેસ્ટર ૧ ના શૈક્ષણિક સત્ર તા.૦૧.૦૮.૨૦૨૦ થી શરૂ કરવામાં આવશે.

૨. ACPC કોર્સિસમાં સમાવાયેલ અભ્યાસક્રમો માટે તા.૩૦.૦૭ , ૨૦૨૦ ના રોજ GUJCET લેવામાં આવશે તેને ધ્યાને લઇને પ્રવેશ માટેનું કેલેન્ડર ગોઠવવામાં આવશે .

૩. COVID - 19 દરમ્યાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને લગતી વિદ્યાર્થીઓની ફરિયાદો/મુંઝવણોના નિવારણ માટે જરૂરી સહાય પુરી પાડવા માટે દરેક યુનિવર્સિટીએ એક અલાયદા સેલ'ની રચના કરવાની રહેશે અને તે સેલ ' અંગે બહોળી પ્રસિધ્ધિ કરીને વિદ્યાર્થીઓને અસરકારક રીતે જાણકારી આપવાની રહેશે .

શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.