માનનીય શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા COVID - 19 ની મહામારીને અનુલક્ષીને રાજયની કોલેજ / યુનિવર્સિટી માટેની પરીક્ષાઓનું આયોજન કરવા તેમજ આગામી શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા અને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા સંબોધન કર્યું
જેને ધ્યાનથી સંભાળજો..

હાલ હજુ સરકાર દ્વારા દરેક યુનિવર્સીટી માટે પરીક્ષા અને પ્રવેશ માટેની કોમન ગાઈડલાઈન આપવામાં આવી છે  પરતું હજુ ક્યારે પરીક્ષા લેવાશે, લેવશે કે નહિ લેવાય?, ક્યાં-ક્યાં સેમેસ્ટરને આગળના માર્ક ના આધારે  પરીક્ષા લીધા વગર આગળના વર્ષમાં પ્રવેશ મળશે?  અહી કોઈ સેમેસ્ટર માં એ.ટી.કે.ટી ધરાવતા વિધાર્થીઓની માર્કની ગણતરી કે પરિક્ષા અંગે માહિતી પણ સ્પષ્ટ થતી નથી. External માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની માટે આ લાગુ પડશે કે કેમ તે પણ કોઈ સ્પષ્ટ થતું નથી
સેમેસ્ટર ૬ ની કે પી.જી (માસ્ટર)ના વિધાર્થીઓની પરીક્ષા ૨૫/૦૬/૨૦૨૦ એ હશે કે કયારે યોજાશે અને યોજાશે કે નહિ યોજાય? તથા ૨ કલાક કરવામાં આવશે તો કેટલા પ્રશ્નો હશે. જેવા તમામ સવાલમાં હજુ યુનીવર્સીટી કક્ષાએથી નિર્ણય લેવામાં આવે ત્યાર બાદ જ  વધુ  સ્પષ્ટતા થશે.

પરિપત્રમાં એક ઉલ્લેખ છે જો મહામારીની પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સીંગની માર્ગદર્શક સુચનાઓનું પાલન ન કરી શકાય તે સંજોગોમાં ઇન્ટરમિડિએટ સેમિસ્ટર ૨,, ના વિધાર્થીઓ માટે ૫૦ % ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના ૫૦ % ગુણ તરત અગાઉના ( Previous ) સેમિસ્ટરના આધારે આપવાના રહેશે . આ યોજનાને Merit Based Progression નામ આપવામાં આવશે . 

અહી બધા સેમેસ્ટર ૨,૪,૬નો  ઉલ્લેખ છે માટે યુનીવર્સીટી પરિસ્થિતિ અને સ્થાનિક વ્યાવસ્થા પ્રમાણે નિર્ણય લેશે પછી જ નિર્ણય સ્પષ્ટ થશે.